Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર. આપ્યા પછી સ્વજનો વિવિધ પ્રકારના સુખાસન, રથ તથા ગાડીએમાં બેસીને સુંદર વસ્ત્રાલંકાર પહેરીને, વિવિધ પ્રકારના વાગો વગડાવતાં, એક જન સુધી સામે લેવા ગયા. ધર્મદત્ત સ્વજનાદિકને જુહાર કરવા પૂર્વક ગાઢ આલિંગન દઈને મળ્યા. પરસ્પર કુરાળક્ષેમની વાર્તા પૂછવા લાગ્યા. પછી કુળવૃદ્ધો તથા અતિપરિચિત સંબંધીઓને સન્માનપૂર્વક પિતાના રથમાં બેસાડ્યા, બીજાઓને પણ યથાગ્ય વાહન, અશ્વ વિગેરે ઉપર બેસાડીને, બહુ પ્રકારના આડંબર સહિત, હજારે લેકેથી પરવારેલે, અનેક વાજીના નાદથી સ્વાગત કરાતે, સધવા કુળવધુઓએ ધવળમંગળથી ગવાત, ઘણું ઉત્સાહપૂર્વક યાચક લેકોને દાન આપ, ત્રિપથ ચતુપથ તથા રાજયપંથમાં પગલે પગલે નગરના રહેવાસી શ્રેષ્ઠીઓ સાથે જુહાર કરતે ધર્મદત્ત પિતાને ઘેર આગે. પૂર્વની પત્ની અક્ષત પુષ્પાદિકથી વધાવીને તેને ઘરમાં લઈ ગઈ. પછી બેસવાના સ્થાનમાં સી બેઠા, તે વખતે સ્વજનેએ તથા બીજા પરિચિત અને અપરિચિત લેકેએ આવીને વસ્ત્ર, આભરણ, સુવર્ણ, રૂપું, રોકડનાણું, રૂપિયા વિગેરે ભેટ કર્યા. ધમંદત્તે ઘરની મર્યાદા પ્રમાણે લેવા લાયક હતી તેની ભેટ સ્વી. કરી, પછી કુમારે વિવિધ દેશમાં ઉત્પન્ન થયેલા વસ્ત્રાદિકથી યથાયોગ્ય રીતે તે સર્વને સત્કાર કર્યો. હવે ધનવતી પણ સુખાસનથી ઉતરીને બહુ પ્રકારના વસ્ત્ર દ્રવ્યાદિ આપવાપૂર્વક પૂર્વ પત્નીના પગમાં પડી. તેણીએ પણ આશિર્વાદ આપીને તેને ગાઢ આલિંગન કર્યું. પરરપર કુશળક્ષેમની વાતે પૂછવા લાગી. નગરમાં પૂર્વના આશ્રિત લેકે હતા તેઓ પણ મળવાને આવી ગયા. ધર્મદત્તે મધુર શબ્દથી તેઓને પણ સન્માનીને તૃપ્ત કર્યા. આખા નગરમાં ઘણે યશ વિસ્તરી