Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 610 ધન્યકુમાર ચરિત્ર. તિણ સેના પહિરે કયા માચે? જિણસેં તુટે કાન, જપ૦૪ ગોરખ જપે સુણ બાબુ, મ. ગણિી આપ પરાયા; જીવદયા એક અવિચળ પાળે, અવર ધર્મ સવિ માયા. જંપે ! આવાં વચનેથી ધર્મદત્ત રાજી થશે અને યોગીને કહેવા લા ક–“ ત્યારે સુવર્ણપુરૂષ કેવી રીતે નીપજે છે?"ગીએ કહ્યું કે–“રાતા ચંદનના લાકડાનું પુરૂષપ્રમાણુ એક પુતળું કરવું, મંત્રના પ્રભાવથી સરસવવડે તેને છાંટી છાંટીને પછી તેને કુંડમાં નાખવું, પછી શીત અને ઉષ્ણ પાણીથી તેના ઉપર છંટકાવ કરે, એટલે સુવર્ણપુરૂષ સિદ્ધ થાય તેમાં જરા પણ સં. દેહ નથી. ધર્મદત્ત કહ્યું કે તે પછી તેને માટે તૈયાર થઈને ઉદ્યમ કરો, કારણ કે “સપુરૂષની વિભૂતિ પરોપકાર માટે જ હોય છે. હે ગીંદ્ર! આપ સુવર્ણપુરૂષ બનાવે કે જેથી તમારી કૃપાથી મારું દારિદ્રય પણ નાશ પામે અને અન્યને પણ ઉદ્ધાર થાય. હાથીના મુખમાંથી પડેલા દાણાના કણિયાઓમાંથી કીડીએના કુટુંબનું પિોષણ થાય છે.”ાગીએ કહ્યું કે “ભાઈ ! અમે તે ભેગી છીએ, સુવર્ણપુરૂષનું અમારે શું કામ છે? ગુરૂની કૃપાથી અમારે તેવી કશાની ઈચ્છા કરવી પડે તેમ નથી. માત્ર તારૂં દારિદ્રય દેખીને મને કરૂણ ઉત્પન્ન થઈ છે, તેથી તારે માટે જ આ ઉધમ હું કરીશ.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને ધર્મદત્તે કહ્યું કે–“તમે સાચું કહે છે. આપની જેવા તે પરોપકારમાં જ સદા તત્પર હોય છે. સજજન પુરૂષે તે કમ્પસની માફક પિતાને શરીરે દુઃખ સેવીને પણ પારકા ઉપર ઉપકાર કરે છે. કહ્યું છે કે કપાસાહ સારિચ્છડાં, વિરલા જણણી જણેત; નિયદેહ ફવિ પુણ, પર ગુહ્યક ઢકંત. 1. 1 રૂ ઉત્પન્ન થાય તે.