Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પિતાનું મહત્વ અખંડ રહે તેમાં મારા જ મહત્વની વૃદ્ધિ છે. પિતાની અપકીતિને નાશ થવાથી સુપુત્રપણા માટે મારી ખ્યાતિ થશે.” આ પ્રમાણે વિચારીને કુમારે પ્રણામપૂર્વક તે બીડું ગ્રહણ કર્યું. તે દેખીને રાજા અને લેકે ચમત્કાર પામ્યા અને પરસ્પર કહેવા લાગ્યા કે-“આ રાજકુમાર દેવાદિકે કરેલા છળથી જેની હકીકત અજ્ઞાત છે, તથા જેના સ્થાનને નિર્ણય જણાતું નથી તેવા સુવર્ણપુરૂષને કયા ઉપાયવડે અથવા કેની સહાયથી પાછા વાળી લાવશે? કેવી રીતે પોતાની પ્રતિજ્ઞાને નિર્વાહ કરશે?” આ પ્રમાણે મહા આશ્ચર્યથી તથા કાર્યના દુ:સાધ્યપણાથી અનેક રીતે તેઓ વિચાર કરવા લાગ્યા. હવે કુમાર તે બીડું ગ્રહણ કરીને ધર્મદતની સાથે સભામાંથી નીકળે. કુમારે વિચાર્યું કે-“જો આને હમણાજ સુવર્ણપુરૂષ આપીશ, તે આના મનમાં કેટલીક શંકા ઉત્પન્ન થશે, અને કાર્યનું દુઃસાધ્યપણું દેખાશે નહિ. વળી વિચિત્ર વાત કરનારા લેકે પણ અસભૂત વાત ઉપજાવીને બેટા આળ આપશે. આ પણ મારા ઉપકારના પ્રઢપણાની શ્રદ્ધા કરશે નહિ, વળી આ મેય યશપ્રાપ્તિવાળા સ્થળમાં અ૫ યશ મળશે, તેથી જેવું કાર્ય હેય તેને અનુરૂપ આડંબર પણ કર જોઈએ, તેથી આની કાર્યસિદ્ધિ કરી આપવામાં વિલંબ કરે તેજ યુક્ત છે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે ધર્મદત્તને કહ્યું કે તે સુવર્ણપુરૂષ કર્યો સ્થાને નીપજાવ્યું હતું તે થળ મને બતાવ.” પછી ધમદતે તે સ્થાનાદિ દેખાડ્યું. રાજકુમાર પણ માથું ધુણવતે કહેવા લાગ્યું કે–“અરે ભદ્ર! કઈ પ્રબળ શક્તિવાળા દેવ, દાનવ અગર વિધાધરે તારે સુવર્ણ પુરૂષ લઈ લીધે જણાય છે, સામાન્ય શક્તિવાળા દેવાદિકે લીધે જણાતું નથી, તેથી આજે રાત્રે અહીં રહીએ 78