Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પહાવ. ત્ર થશે તે જયારે તે માટે થશે ત્યારે સુખ–દુઃખને આપનારથશે તે જોઈ લેશું, તેની પહેલાના કાળમાં જન્મોત્સવ, લાલનપાલન, તેનાં કાલાં કાલાં વાક્યોનું શ્રવણ, વિવિધ પ્રકારનાં આભૂપણ વસ્ત્રાદિક તેને પહેરાવવાના અને રથનું સુખતે તે હું અનુ ઉત્તમ ગૃહમાં વિવાહાદિક કરવાથી પરસ્પર લેવું–દેવું વિગેરે ઉ સેવામાં મારા મનોરથ તે સફળ થશે ! વળી અવિચ્છિન્ન સંતાનની પરંપરા પણ વધશે. સુખ કે અસુખ દેવાની વાર્તા તે ત્યારપછી યૌવન વય પ્રાપ્ત થશે ત્યારે જણાશે, પ્રથમનું ફળ તે હાથમાં આવશે.” આ પ્રમાણે વિચારતાં બાકીની રાત્રી પૂરી થઈ. સવારે ઉઠી શ્રી જિનેશ્વરના નામગ્રહણપૂર્વક ચૈત્યવંદ વખતે શ્રીમતીએ આવીને પ્રણામપૂર્વક કહ્યું કે-બરવામિન ! આ ભરેલા કળશને મારા મુખમાં પિસત મેં દીઠે છે.” શ્રેષ્ઠીએ તે સાંભળીને કહ્યું કે–“ગુણથી પૂર્ણ એ તારે પુત્ર થશે. મને પ. ણ આજે શાસનદેવતાએ તેજ અર્થ સૂચવનારી હકીકત કહી છે, તેથી કેઈ ઉત્તમ જીવ તારી કુક્ષિમાં અવતરેલ છે.” આ પ્રમછે શ્રેષ્ઠીનાં વચન સાંભળીને તે હર્ષપૂર્વક ગર્ભને પાળવા લાગી. પૂરા દિવસ થતાં એક પુત્રને તેણે જન્મ આપે. શ્રેણીએ બાર દિવસને મહત્સવ કરીને સ્વજન કુટુંબીઓને જમાડી સવની સમક્ષ “ધર્મદત્ત " એવું તેનું નામ પાડ્યું. અનુક્રમે બીજના ચંદ્રની માફક તે વધવા લાગે, અને સાત આઠ વરસની ઉમરને થયે, ત્યારે પિતાએ લેખશાળામાં ભણવા મે કહ્યું. તેણે કુળને ઉચિત સર્વ કળા શીખી લીધી. પછી