Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 583 નવમ પવિ. જઈને, ઉત્તમ સ્થાને બેસી તાંબુળાદિકથી મુખશુદ્ધિ કરીને ફરીથી ગીતાદિકને આરંભ કર્યો. આ અવસરે એક નૃત્યકળામાં કુશળ પરદેશી નાચ કરનારી ત્યાં આવી. લેકેના સમૂહે તથા ધુતકારએ પ્રેરેલી તે નર્તકી ત્યાં આવી કુમારને પ્રણામ કરી તેની પાસે ઉભી રહી, અને નૃત્ય કરવા લાગી. વિવિધ પ્રકારના હાવભાવ, વિશ્વમ, કટાક્ષ, અંગવિક્ષેપાદિકથી અતિ અદ્ભુત એવા સ્વર, ગ્રામ, તથા મૂચ્છનાવટે તેણે કુમારના મનને બહુ રંજિત કર્યું. કુમાર પણ અનિમેષ દૃષ્ટિથી તેના તરફ જવા લાગ્યો. આ પ્રમાણે એક મૂહૂર્ત માત્ર દિવસ બાકી રહ્યો ત્યાંસુધી તેણે નૃત્ય કર્યું, એ તેના બહુ વખાણ કર્યા અને બેલ્યા કે–“ આવું ભવ્ય નાટક શ્રેષ્ઠીપુત્ર વગર અમને કોણ બતાવત?” આ પ્રમાણે લેકની પ્રશંસા સાંભળીને આનંદિત ચિત્તવાળા થઇને કુમારે તેને બહુ ધન આપી વિસર્જન કરી. અને વાહનપર વારી કરીને ઘેર આવવા ચાલ્યા. માર્ગમાં તેઓ કહેવા લાગ્યા કે“સ્વામિન ! આજે અમારૂં ચિત્ત આપની કૃપાથી બહુ આનંદ પામ્યું. પરંતુ તમારા ચિત્તમાં સારું લાગ્યું કે ન લાગ્યું " ધર્મદર કુમારે કહ્યું કે “આવું નૃત્ય હૃદયને આલ્હાદ કેમ ન કરે? વળી ફરીથી કોઈ વખત એની પાસે નૃત્ય કરાવશું.” તે સાંભળીને તે ધુતકારમાંથી એક બોલ્યા કે –આ નર્તકીએ નાટક તે સારું કર્યું, પરંતુ કામ પતાકા ગણિકના નાટક આગળ તે આ સેળ ભાગ પણ ગણાય નહિ. (એક આની પણ નહિ.)” કુમારે પૂછ્યું-“તે ક્યાં રહે છે ?" તેણે કહ્યું કે “આપણ નગરમાં રાજમંદિર જેવા મોટા મહેલમાં રહે છે. સ્ત્રીમાં જે ગુણ હેય તે સર્વે તેને અંગમાં ખાસ કરીને રહેલા છે. તેના દર્શન માત્રથી જ દેવાંગનાને ભ્રમ ચિત્તમાં થાય છે. તે પણ આપની જેવા