Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પહાવ. . . દિવસે હું કાંઠે આવી. વનના મધ્ય ભાગમાં સરાવરનું જળ પીને શ્રમથી ખિન્ન થયેલી વૃક્ષની નીચે હું સુતી હતી, તેવામાં રાક્ષસે ઉપાડીને મને અહીં મૂકી; પછી મને ભયથી કંપતી દેખીને રાક્ષસે કહ્યું કે–તું બીશ નહિ. સાત દિવસથી હું ભુખ્યો છું, તે પણ મને તને જોઈને દયા આવી છે, તેથી જ્યાં સુધી બીજું ભણ્ય મળી જશે ત્યાં સુધી તને હું ખાઈશ નહિ.” આમ કહીને તે ચાલ્યા ગયેપછી તે તમને પકડી લાવ્યા. તે સત પુરૂષ! તમને જોઈને હું વિચારતી હતી કે –“અરે વિધાતા ! મને કેવી અભાગ્યવતી નીપજાવી છે? પ્રથમ પિતાદિકને વિગ જોયે; હવે, આ પુરૂષના વિનાશને સમય જોવા માટે મને અત્રે લાવીને જીવતી રાખી. આમ કહીને ફરીથી તેણે પૂછયું કે-“હે સંપુરૂષ! તમે કયાંથી આવે છે? સાચું કહેજે.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળને ધર્મદર હસીને બોલ્યો કે-“ભદ્રજેને તું પરણવાની હતી તેજ હું છું. મારું નામ, સ્થાન વિગેરે તેં જ કહેલું છે, તેથી હું શું કહું ?" તે સાંભળીને તે કન્યા સંભ્રાંત થઈ, તેવામાં તેની વામ ભુજા ફરકી, તેથી તેણી રાજી થઈને વિચારવા લાગી કે– “આ શુભ ઉદય સૂચવનાર ચિન્હ છે, તેથી આ ઈષ્ટને સંગ પણ કુશળપણુજ સૂચવે છે; પરંતુ તેનું રહસ્ય તે કેવળી ભગવંતજ જાણી શકે છે.”આ પ્રમાણે વિચારીને તે ધીરજ પામીઅને “આ મારા ધારેલા પતિ ધર્મદત્તને વિધાતાએ મેળવી આપે.' તેમ નિશ્ચય કરીને તેણે તેનાથી લજજા પામી. ધનંદને કહ્યું કે-“હે ભદે! જો કે આપણે વેગ દેવે કઈ પણ રીતે મેળવે છે, પરંતુ વિચારીને કહે કે તે લગ્નને દિવસ કયે વખતે કહે છે?” તેણે પણ યાદ લાવી વ્યતીત દિવસેને નિર્ણય કરીને કહ્યું કે તે દિવસ તે આ જજ છે. સમય પણ અત્યારને જ છે.” તેણે કહ્યું કે-“તે પછી