Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પલ્લવ. 601 વિધિ અઘટિત ઘટના ઘટાવે છે, સુઘટિત ઘટનાને જર્જરીભૂત કરી નાખે છે, જે ઘટનાને પુરૂષ વિચાર પણ કરી શકતો નથી તેવી ઘટનાઓ વિધિ ઘટાવે છે.” તેણે કહ્યું—“તે કેવી રીતે બન્યું?” તે બોલી “સાંભળે - “સિંહલદ્વીપમાં કમળપુર નામે નગર છે. ત્યાં યથાર્થ નામવાળો ધનસાગર શ્રેણી રહેતા હતા. તેને ધનશ્રી નામે પ્રિયા હતી, તેની હું પુત્રી છું. માબાપને પ્રાણથી પણ વધારે વહાલી હતી. હું અનુક્રમે મોટી થઈ અને યૌવનવય પામી; તે વખતે પિતાએ વિચાર્યું કે-“આને અનુરૂપ શ્રેષ્ઠીપુત્ર શોધ; વળી આ મારી પુત્રી તેને જ આપવી કે જેની જન્મપત્રિકા આ પુત્રીની જન્મપત્રિકા સાથે રાશી, ગણ, વર્ગ, નાડી, સ્વામી વિગેરેથી સરખી હેય તથા જે ભાગ્યવાળો હોય, તેની સાથે આ પુત્રીને જોડવી-પરણાવવી. આ પ્રમાણે વિચારીને ઘણા શ્રેષ્ઠીપુત્રોની જન્મપત્રિકા તેઓએ જોઈ, પણ કોઈ સાથે નવે સ્થાનકને મળ મળે નહિ. એક દિવસે ચંદ્રપુરથી એક જતિવિંગણિતશાસ્ત્રી આવે; તેને મારા પિતા સાથે મેળાપ થયે, તેને જતિષી જાને પાસે ઉભેલ મને ઉદ્દેશીને મારા પિતાએ પૂછયું કે–“આ મારી પુત્રી છે, તેની જન્મપત્રિકા સાથે ઘણાની જન્મપત્રિકા મેળવતાં બધામાં વિધી રહે દેખાય છે; આને અનુકૂળ ગ્રહેવાળી કેઇની જન્મપત્રિકા જણાતી નથી. તે આપના ધ્યાનમાં કોઈ આને અનુકૂળ ગ્રહોવાની જન્મપત્રિકાવાળો વર છે?હોય તે કહે.” ત્યારે તે જોતિષીએ તેની જન્મપત્રિકા જઈને કહ્યું કે-“શ્રેષ્ટિન ચંદ્રપુરમાં શ્રીપતિ શ્રેષ્ઠીને પુત્ર ધર્મદત્ત નામે છે. તેની જન્મપત્રિકા મેં કરેલી છે, તેના જન્માક્ષરોની સાથે આ જન્માક્ષર બધી રીતે મળતા આવે છે.” પછી ભોજપત્ર ઉપર તેની જન્મ