Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 60.0 ધન્યકુમાર ચરિત્ર. ભયને મટાડવાને જે પ્રયત્ન કરે; કારણકે જે જિનેશ્વરે કેવળી ભગવંતે દીઠું હોય છે તેજ બને છે. આ પ્રમાણે દ્રઢ ચિતવાળે થઈને તે વિચાર કરતો હતો એટલામાં તો કોઈ સ્થળે પિતાને મૂળે છે તેમ જાણીને આંખો ઉઘાડીને તે આમતેમ જોવા લાગે તે તેણે રાક્ષસને દીઠે નહિ, પરંતુ વૃક્ષની છાયા નીચે બેઠેલી એક દિવ્ય રૂપવાળી કન્યા તેણે જોઈ; તેને જોઈને તે વિમિત થઈ વિચારવા લાગે કે-“શું રાક્ષસ કન્યારૂપ થઈ ગયે ? અથવા આ કઈ બીજી કન્યા છે? આ શું પાતાળકુમારી છે? ખેચરી છે? અથવા દેવી છે?” આ પ્રમાણે વિચારીને સાહસ ધારણ કરી તે બોલ્યો કે-“અરે બાળા ! તું કોણ છો ?" તેણુએ પૂછયું કે–“તમે કોણ છે ?" કુમારે કહ્યું કે-“હું માણસ છું.” તેણીએ કહ્યું-“હું પણ માણસ છું.” ધનદતે પૂછ્યું કે-“શા માટે આ વિષમ વનમાં એકલી રહે છે?” તેણુએ કહ્યું કે–“દૈવની ગતિ વિચિત્ર છે. કહ્યું છે કે ब्रह्मा येन कुलालवनियमितो ब्रह्मांडमांडोदरे, विष्णुर्यन दशावतारगहने क्षिप्तः सदा संकटे / रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः, सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे / / - જે કમેં બ્રહ્માને કુંભારની માફક બ્રહ્માંડરૂપી પાત્રો બનાવનાર કર્યો, જેના વડે વિષ્ણુને દશ અવતારરૂપી ગહન સંકટમાં પડવું પડયું, જે કમેં હાથમાં ખોપરી લઈને રૂદ્રને ભિક્ષા મં. ગાવી અને જે કર્મવડે સૂર્યને હમેશાં આકાશમાં ભટકવું પડે છે તે કમને નમસ્કાર છે.” अघटितघटितानि घटयति, सुघटित घटितानि जर्जरीकुरुते / विधिरेव तानि घटयति, पानि पुमान्नैव चिन्तयति // 1 //