Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પહાવ 59 ચીને તે વિચારવા લાગ્યું કે-“અહે ! કર્મની વિચિત્ર અને દુનિવાર્ય ગતિ છે. કહ્યું છે કેछित्त्वा पाशमपास्य कूटरचनां भक्वा बलाद् वागुरां / पर्यतामिशिखाकलापजटिलाद् निःसृत्य दूरं वनात् // व्याधानां शरगोचरादतिजवेनोत्प्लुत्य धावन् मृगः / कूपान्तः पतितः करोति विमुखे किं वा विधौ पौरुषम् ? / / - “કૂટ રચનાવાળા પાશને છેદીને, બળથી જાળને તોડીને મૃગલો ભાગ્ય, અગ્નિશિખાથી ભયંકર વનમાં તે આવ્યા, ત્યાંથી પણ ભાગે, તેવામાં પારાધીએ બાણ માર્યું, તેમાંથી પણ અતિ ઉતાવળથી દોડીને છૂટી ગયે, તે તે કુવામાં પડ્યો. જ્યારે દૈવ વાંકે થયે હેાય ત્યારે ઉધમ શું કરી શકે ? વળી કહ્યું છે કે - खल्वाटो दिवसेश्वरस्य किरणैः संतापितो मस्तके / वाच्छन् देशमनातपं विधिवशात्तालस्य मूलं गतः // तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः। पायो गच्छति यत्र भाग्यरहितस्तत्रापदां भाजनम् // 1 // માથામાં જેને ખાલ (તાલ) પડી છે તે કઈ એક પુરૂષ સૂર્યના તાપથી સંતપ્ત થયેલ શાળામાં જવાની ઈચ્છાથી વિધિચિગે એક તાલવૃક્ષની નીચે ગયે, તે ત્યાં એક મોટું તાડનું ફળ તેના માથા ઉપર પડ્યું અને મોટે અવાજ કરીને તેનું માથું ભાંગી નાખ્યું. ઘણું કરીને ભાગ્ય રહિત પુરૂષ જ્યાં જાય છે ત્યાં તે આપત્તિનું જ ભાજન થાય છે !' તે પ્રમાણે જ્યારે હું સમુદ્રમાંથી નીકળે ત્યારે રાક્ષસના પંજામાં પડ્યો, તેથી હવે હું શું કરું? હવે જે થવાનું હોય તે થાઓ, બીવાથી શું ? કહ્યું છે કે-જ્યાંસુધી ભય ન આવ્યું હોય ત્યાં સુધી જ તેનાથી બીવું, ભયને આવેલે જઈને નહિ બીધેલા થઈને