Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવ પવિ. પs બહાર બેઠે. દાસીએ પણ શયનગૃહ પ્રમાઈને તેની ધૂળ કુમારના માથા ઉપર નાખી, ત્યારે કુમારે પપૂર્વક દાસીને કહ્યું કે “અરે કુટિલા ! હું અહીં બેઠે છું તે તું દેખાતી નથી? શું છતી આંખે આંધળી થઈ ગઈ છે ? દેખાતું નથી?' દાસીએ કહ્યું કે–“મારી આંખમાં અંધાપે આ નથી, પણ તારા હૃદયમાં અંધાપ આવી ગયે દેખાય છે ! કારણકે નિર્ધન પુરૂષ વેશ્યાને ઘેર વિલાસને છે તે હૃદયાંજ સમજ. ગઈ કાલે તારે ઘેરથી ભાજનાદિક આવ્યા તે તેં દીઠા હતા કે નહિ? હવે અહીં રહેવાની આશા કરવી તે ફેકટ છે, ગમે ત્યાં જા, હવે આ ઘરમાં તને કોઈ રહેવા દેવાનું નથી.” કહ્યું છે કે - वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसाः / निद्रव्यं पुरुषं त्यजन्ति गणिका भृष्टं नृपं मंन्त्रिणः // पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा दग्धं वनान्तं मृगाः / सर्व कार्यवशाजनो ऽभिरमते तत् कस्य को वल्लभः // 1 // “વૃક્ષ ઉપરથી ફળ ઓછાં થઈ જાય ત્યારે પશુઓ તેને ત્યજી દે છે, પાણી રહીત સરોવરને સારસ ત્યજી દે છે, નિદ્રવ્ય પુરૂષને. ગણિકા, ભ્રષ્ટ નૃપને મંત્રીઓ, ચુસાઈ ગયેલા પુષ્પને ભ્રમરાઓ તથા બળેલ વનને મૃગલાએ ત્યજી દે છે. બધા લેકે કાર્યવા એક બીજાની સાથે રહે છે તેમાં કોણ કેને વલ્લભ છે?” આમ સમજીને અહીંથી બીજે સ્થળે ચાલ્યા જાઓ.”તે સાંભળીને ધર્મદત્ત વિલખે થઈ ગયે. તે ત્યાંથી નીકળીને વિચારવા લાગે કે-“હે ! વેશ્યાના સ્નેહને ધિક્કાર છે ! કહ્યું છે કે- . અધમ મધ્યમ તેડે, અર્થ લેતી ન જડે. તરૂણ મનને ખેડે, એકહ્યું એક જોડે 1 પન. 2 ન લાજે. 3 ક. 4 ભેદ પડાવે. લડાવે. 5