Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 596 ધન્યકુમાર ચરિત્ર. થઈને પણ શું કરીશ?” કહ્યું છે કે - धनैर्दु कुलीनाः कुलिना भवन्ति, धनरापदं मानवा निस्तरन्ति / धनेभ्यः परो बांधनो नास्ति लोके, धनान्यजयध्वं धनान्यर्जयध्वम् // 1 // ધનથી દુષ્કલિન હેય તે કુલીન થાય છે, ધનવડે માણસે આપદા તરી જાય છે, ધન જે બીજો કોઈ બાંધવ આ લેકમાં નથી, તેથી ધન ઉપાર્જન કરો, ધન ઉપાર્જન કરે.' તેણીએ કહ્યું “રવામિન ! સ્નાન ભોજનાદિ તે કરે, પછી તેને ઉપાય હું બતાવીશ.” તેણે વિચાર્યું કે-“આ કાંઇ નિધાનાદિ મને બતાવશે.” પછી તેણે નાન કરીને ભોજન કર્યું અને બેઠે. થોડીવાર વિચાર કરીને કહ્યું કે " પ્રિયે ! હવે ઉપાય બતાવ તે વખતે તેણુએ પોતાના લક્ષમૂલ્યના આભારણ મધ્યેથી પચાસ હજારના આભરણે તેને અર્પણ કર્યા; તે દેખીને તે આનંદ પામે અને વિચારવા લાગ્યો કે –“કુળવંત સ્ત્રીઓનાં લક્ષણે વિપત્તિ સમયેજ માલુમ પડે છે. કારણ કે - जानीयात् प्रेषणे भृत्यान्, बान्धवान् व्यसनागमे / आपत्कालेषु मित्राणि, भायर्या च विभवक्षये // 1 // કામ પડયે નેકની, દુઃખ આવે બાંધવાની, આપત્તિમાં મિત્રની અને વૈભવને ક્ષય થાય ત્યારે પત્નીની ખબર પડે છે.” અહે! આને સ્નેહ સંબંધ કે ઉચ્ચ છે?” પછી તે દ્રવ્ય વડે ઘર્મદત્ત વ્યાપાર કરવા લાગે, પણ કોટિ વજને પુત્ર હોવાથી થોડા દ્રવ્યવડે વ્યાપાર કરવાથી લેકનાં આવાં વચને તેને સાંભળવાં પડતાં હતાં કે-“અરે આ ધર્મદત્ત આટલે થોડો વ્યાપાર કેમ કરે છે? પણ દ્રવ્યને નાશ થાય ત્યારે શું કરે? પહેલાં આના બાપના વખતમાં તે એક સાથે કરડેની કિંમતના કરિ