Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નિવમ પક્ષવા 591 છે, તેથી જા જા જ્યારે અમારી આવવાની ઈચછા થશે ત્યારે આ વશું. બધામાં તું બહુ ડાહ્યો જણાય છે કે અમને શિખામણ આપવાને આવ્યો છે, તેથી જા, તું તારા કામમાં નિપુણ છે. અમારે ખર્ચવાનું દ્રવ્ય તાકીદે મોકલજે.” તેમ કહીને તે મુનીમને રજા આપી. તે નિરાશ થઈને શ્રેષ્ઠીને ઘેર આવે. પછી તેણે તે દંપતીને કહ્યું કે–“તેનું મન તો ચારે ભાગે તે વેશ્યામાંજ લુબ્ધ થઈ ગયું છે. હમણા તે તે આવે તેમ જણાતું નથી.”તે સાંભળીને શ્રેષ્ઠી દુઃખપામ્ય અને શેઠાણને કહેવા લાગે કે-“વહાલી ! જે મેં પહેલાં કહ્યું હતું તે આગળ આવ્યું. ગમે તે નિપુણ પુરૂષ હેય, તે પણ જે તે વેશ્યાસકત થાય તે તેના બધા ગુણે હરાઈ જાય છે અને દુર્બુદ્ધિ અને દુષ્કર્મને જ તે એકઠું કરે છે.”શેઠાણીએ પુત્રના મેહથી કહ્યું કે-“અહે! આમાં શું થઈ ગયું ? ને શીખાઉ છે. તાજો રંગ લાગે છે. કેટલેક દિવસે તે સ્વતઃજ આવશે. માર્ગે આવે છે તે સર્વ સારૂં થશે. દ્રવ્યના વ્યયમાં બીકણ તમે ભયથી વ્યાકુળ થાઓ નહિ, કારણકે તે દ્રવ્ય તે જેને માટે એકઠું કર્યું છે તે જ તેને વિલાસ કરે છે, તેમાં શું હાનિ થઈ? ધન તો ઘણું છે, હમણાંજ હૃદય સંકેચીને શું બેઠા છે? આ પ્રમાણેનાં શેઠાણીનાં શબ્દો સાંભળીને શેઠે મૌન ધારણ કર્યું અને ગૃહકાર્યમાં પ્રવર્યા. તેઓ હમેશાં ભેગનું દ્રવ્ય પૂરતા હતા. કુમાર ઘેર આવવાનું નામ પણ લેતે હેતે. વળી કેટલેક કાળ ગ એટલે ઉત્તમ પુરૂષને તેને બેલાવવા મેકલ્યા, પરંતુ પહેલાની માફક ગમે તેવા ઇર્ષાયુક્ત જવાબ આપીને તેણે તેમને વિસર્યા. આ પ્રમાણે ઘણીવાર તેડવા મેક પણ આ નહિ ત્યારે દંપતી બંને નિરાશ થયા. તેના વિગદુઃખથી દુખિત થયેલા તેઓ દિવસે ગુમાવવા લાગ્યા, પણ પુત્રમેહથી હમેશાં ધન