Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 590 ધન્યકુમાર ચરિત્ર. ખુશી થઈને સે સેનામહે મેકલી. પછી ધુતકારે પણ ત્યાં આવ્યા. તે વખતે કુમાર વેશ્યાની સાથે પાસા ખેલત હતું, તેણે તેઓને દીઠા, તે પણ રમવામાં બહુ રંગ આવેલે હેવાથી મર્યાદા છોડીને તે ક્રિીડા ચાલુજ રાખી. તેઓ પણ તે દેખીને શેડો વખત ત્યાં ઉભા રહીને સ્વગૃહે ગયા. આ પ્રમાણે તેઓ હમેશાં આવતા હતા અને ચાલ્યા જતા હતા. કેટલાક દિવસ પછી તે વેશ્યાએ ઘુતકાને આવતા બંધ કર્યા. કુમારના માબાપ હમેશાં સ સેનામહોરે નિયમિત રીતે મોકલતા હતા. આ પ્રમાણે કેટલાક દિવસ ગયા એટલે શેઠ શેઠાણીને કહ્યું કે-“હવે કુમારને ઘેર બોલાવીએ, કે જેથી ઘેર રહીને સુખ ભગવે. તેની વહુ પણ તેથી પ્રસન્ન થશે. આપણે પણ ઘણા દિવસથી તેને જે નથી તે આપણે જોઈએ.” આ પ્રમાણે કહીને શેઠે ગૃહવ્યાપારના મેટા અધિકારી મુની મને તેને તેડવા કહ્યું. તે ત્યાં ગ, બહુમાનપૂર્વક ઘેર આવવાનું આમંત્રણ કર્યું અને કહ્યું કે–“સ્વામિન્ ! આપના પિતા આપના દર્શન માટે બહુ આતુર થયા છે અને આપને મળવાની ઈચ્છા કરે છે. આપની માતા પણ તમારા દર્શન માટે ઉત્કંઠિત થઈ છે અને પ્રતિક્ષણે તમારૂં જ નામ જપે છે. તમારા આવાગમનથી ઘરની શોભામાં બહુ વૃદ્ધિ થશે. મારી જેવા સેવકે પણ આપની રાહ જુએ છે કે ક્યારે આપણા સ્વામી ભદ્રાસનને શોભાવશે. નાની શેઠાણું પણ સ્વામીના આગમનની ઈચ્છા કરે છે, તેથી આપને ઘેર આવવું સારું છે. પછી જેમ ઈચ્છા આવે તેમ કરે.” તે સાંભળીને કુમારે ક્રોધપૂર્વક વક દ્રષ્ટિ કરીને કહ્યું કે-“બહુ સારૂ, બહુ સારૂ, હમણ તું ચાલ્યો જા, કોણ ત્યાં આવે છે? અહીં મને રહ્યાને હજુ કેટલા બધા દિવસે થઈ ગયા કે તું યુતિપ્રયુકિતવડે ઘેર આવવાની મને પ્રેરણા કરે