Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પવિ. 587 આ પ્રથમ સમાગમમાં શુકનરૂપ છે, આ ખાવા લાયક છે.” આ પ્રમાણે મિષ્ટ વચનેથી તૃપ્ત થતા કુમારે યથારૂચિ તે આરેગ્યું. પછી સ્વસ્થ થયા એટલે તેણે નાટારંભ શરૂ કર્યો. અનેક રાગ, તાન અને નવા નવા કામે દિપક હાવભવડે કુમારને તેણે તેના રસમાં મગ્ન કરી દીધું. તે વખતે કુમારને પ્રથમના યૌવનમાં ઉપજેલા વિકારોથી, અતિ માદક દ્રવ્યથી બનાવેલા પાકાદિકના ભક્ષણથી તથા અંતર્ધર્મને ભેદનારા કટાક્ષ બાણથી કામક્રિપન થયું; વેશ્યાએ તે સમજી જઈને ભ્રકુટીની સંજ્ઞાથી સર્વે જુગારીઓને ત્યાંથી રજા આપી, તેઓ પણ કાંઈ કાંઈ બહાનાં કરીને ચિત્રશાળાની બહાર નીકળી ગયા. એકાંત થવાથી તે વેશ્યાએ આલિંગનાદિ સ્પર્શ સુખવડે કુમારને અતિશય વિહ્વળ કર્યો. પછી કુમારે સ્ત્રીસમાગમનું સુખ પહેલીજવાર ત્યાં અનુભવ્યું. કામરસ અનુભવવાથી કુમારનું ચિત્ત તે વેશ્યામાંજ એકરસ થઈ ગયું; તેથી તેને ત્યાંથી ક્ષણમાત્ર પણ ઉઠવા દેતો નહિ, તેને જ એકને જેતે હતો. વળી તે વેશ્યાએ અવસર જોઇને જુદા જુદા પ્રકારની વિચિત્ર એવી દિવ્ય ભેજનસામગ્રી તૈયાર કરાવી. વળી પાછા તે જુગટીઆ બધા એકઠા થયા, પરંતુ તેઓ કુમારના ચિતમાં તે અંતરાય કરનારા હોય તેવા લાગ્યા. તે સર્વેએ પણ જાણ્યું કે “કુમારનું ચિત્ત હવે વેશ્યાના પાશમાં પડયું છે. હવે આપણી સાથે પ્રસન્નતાથી તે વાત પણ કરતું નથી. આપણે જે માટે ઉદ્યમ કર્યો હતો તે સફળ થયે. સાંજરે કુમાર તે અગેજ રહેશે. આપણે શેઠની પાસે જઈને વધામણી આપી ઘણું દ્રવ્ય ગ્રહણ કરીએ.” આ પ્રમાણે તેઓ પરસ્પર એકાંતમાં વિચાર કર રતા હતા, તેવામાં વેશ્યાના સેવકેએ આવીને કહ્યું કે-“રસેઈ તૈયાર થઈ ગઈ છે. એ પછી કુમારને નાનમંડપમાં લઈ જઈને