Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ : નવમ, પવિ. 571 એટલે તરતજ તે બેકડો દ્રવ્યના સ્થાન પાસે જઈને પેતાની ખરીવતી ખણવા અને દ્રવ્ય બતાવવા લાગ્યું. તે દેખીને તે બ્રાહ્મણને સાધુનાં વચનમાં વિશ્વાસ આવ્યા પછી મિથ્યાત્વને તજીને તે પરમ શ્રાવક થયો અને ધર્મને આરા. | ઇતિ દેવશર્મા દ્વિજ કથા. - તેથી હે શ્રીપતિ ! તું પણ દેવશર્મા દ્વિજની માફક મિચાત્ય સેવવાથી મહા ઉંડા ભવકૃપમાં પડીને સંસારભ્રમણ કરીશ.” આ પ્રમાણેની ધનમિત્રની વાણી સાંભળીને શ્રીપતિએ મિથ્યાત્વ છેડી દઈને મિત્રને પૂછયું કે-“હે મિત્ર ! શું ઉપાય કરૂં ? તે કહે.” તેણે કહ્યું - वीतरागसदृशो न हि देवो, जैनधर्मसदृशो न हि धर्मः / कल्पवृक्षसदृशो न हि वृक्षः, कामधेनुसदृशी न हि धेनुः // 1 // વીતરાગ જે કેઈ દેવ નથી, જૈનધર્મ જે કઈ ધર્મ નથી, કલ્પવૃક્ષ જેવું કંઈ વૃક્ષ નથી અને કામધેનુ જેવી કોઈ ગાય નથી.” આ કારણથી તું જૈનધર્મને દ્રઢપણે આરાધ, જેથી તારા વાંછિત માત્ર પૂર્ણ થશે.” આ પ્રમાણેનાં મિત્રનાં વચન સાંભળીને ને શ્રીપતિએ શ્રાવક ધમ અંગીકાર કર્યો. ત્રણ કાળ જિનેશ્વરની પૂજા કરવા લાગે, ઉભય કાળ પ્રતિક્રમણ તથા સામાયિક કરવા લાગે, હમેશાં પંચપરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરવા લાગે, સાતે ક્ષેત્રમાં ધન વ્યય કરવા લાગ્યો અને દીન તથા હીનને ઉદ્ધાર કરવા લાગે. આ પ્રમાણે કરતાં છ માસ વીતી ગયા. પછી એક દિવસે શય્યામાં સુતેલ તે શેઠ પાછલી રાત્રે જાગીને વિચારવા લાએ કે-અહે! જૈનધર્મને સેવતાં પણ કોઈ ફળ સિદ્ધિ દેખાણ નહિ. શું આ ધર્મનું આરાધન પણ નિષ્ફળ જશે?” આ પ્ર