Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પ૭૨ ધન્યકુમાર ચરિત્ર માણે તે વિચારતે હતું તેવામાં શાસનદેવીએ તેને કહ્યું કે“અરે મૂઢ! મેળવેલ ફળને હાર નહિ. ધર્મના ફળમાં શંકા ન કર. કહ્યું છે કે - आरंभे नत्थि दया, महिलासंगेण नासए बंभं / संकाए सम्मत्तं, पबज्जा अत्थगहणेण // 1 // આરંભમાં દયા નથી, મહિલાના સંગથી બ્રહ્મચર્ય નાશ પામે છે, શંકા કરવાથી સમ્યત્વ નાશ પામે છે અને ધન રાખવાથી પ્રવ્રજયાને નાશ થાય છે. વળી કહ્યું છે કે - धर्मो मंगलमुत्तमं नरसुरश्रीभुक्तिमुक्तिप्रदो / धर्मः पाति पितेव वत्सलतया मातेव पुष्णाति च // धर्मः सदगुणसंग्रहे गुरुरिव स्वामीव राज्यपदो / धर्मः स्निह्यति बंधुवद् दिशति वा कल्पद्रुवद् वांछितम् // 1 // ધર્મ સર્વોત્કૃષ્ટ મંગલ છે તે મનુષ્યની અને દેવતાની લક્ષ્મી તથા ભોગવિલાસ અને મેસુખ આપે છે, પિતાની જેમ પાલન કરે છે, વત્સલપણાથી માતાની જેમ પિષે છે, ગુરૂની માફક સદ ગુણને સંગ્રહ કરાવે છે, સ્વામીની જેમ રાજ્ય આપે છે, બંને ધુની જેમ સનેહ દેખાડે છે અને કલ્પવૃક્ષની જેમ વાંછિત માત્રને આપે છે. તેથી હું વિચારમૂઢ ! દીન હીનને ઉદ્ધાર કરવા રૂપ લોકિક ધર્મ પણ જો નિષ્ફળ જતો નથી, તે પછી અગણ્ય પુણ્ય હેય તેજ પ્રાપ્ત થાય તે સર્વજ્ઞભાષિત લેત્તર ધર્મ આ છ નિષ્ફળ કેમ જાય ? કદિ પણ જાય જ નહિ. તારે એક ગુણવાન પુત્ર થશે, પરંતુ ધર્મમાં શંકા કરવાથી તે પુત્રનું સુખ જોઇશ નહિ, તેથી હવે ધર્મમાં સ્થિર બુદ્ધિ કર. " આ પ્રમાણે કહીને શાસનદેવી અંતર્ધાન થઈશ્રેષ્ઠીતે સાંભળીને હદયમાં હર્ષ પામે, અને વિચારવા લાગ્યો કે જો પુત્ર