Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 500 ધન્યકુમાર ચરિત્ર. ઉત્પન્ન થયું. પૂર્વનું બધું સ્વરૂપ તેણે જાણ્યું. પછી મનમાં બીધેલા તે બેકડાને જયારે વધ કરવા દેવી પાસે લઈ જવા લાગ્યા ત્યારે તે ચાલતું નહોતું. તેને પુત્ર બળાત્કારે ખેંચતા હતા, પણ તે ચાલતું નહોતું. તે સમયે માર્ગે જતાં એક સાધુ જ્ઞાનથી તેનું સ્વરૂપ જાણું તે બેકડાને પ્રતિબોધવા એક ગાથા બોલ્યા કે ખડુ ખણાવિય તે છગલ, તેં આવિય રૂખ પત્તિએ જન્નવહ, અહ કાં મુંબરૂં મુક / 1 / હે બોકડા ! તેંજ ખાડો ખણ, તેંજ વૃક્ષો આજે પણ કર્યા અને તેંજ બેકડાને વધુ પ્રવર્તાવ્યું. હવે તું બુબારવ શા. માટે કરે છે?' આ પ્રમાણેનું મુનિનું વાક્ય સાંભળીને સાહસ ધારણ કરી તે બેકડે ચાલ્યું, તે દેખીને સર્વે લેકે ચમત્કાર પામ્યા. પછી વિમિત ચિત્તવાળા દેવદત્તે સાધુને પૂછયું કે મને બેકડાને ચલાવવાને મંત્ર શીખો.” સાધુએ કહ્યું કે-“શા માટે ?" બ્રાહ્મણે કહ્યું કે આવા કાર્યમાં કઈ વખત કામ આવે.” સાધુએ કહ્યું કે–“ભે ભદ્ર! અજ્ઞાન વશ થઈને તું શું બોલે છે? દ્વિજે કહ્યું કે–“અજ્ઞાનવશ કેમ ?" સાધુએ કહ્યું કે-“આ બોકડે તારે પિતા છે, જાતિવમરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી પિતાનું મરણ જાણીને તે ચાલતે નહે. પૂર્વે આ જીવેજ મિથ્યાત્વની શ્રદ્ધાથી અનેક બેકડા હણ્યા છે. તે કર્મના ઉદયથી તે પણ બેકડ થે છે જે મારા વચનમાં શંકા રહેતી હોય તે આ બેકડાને છુટ મૂક, એટલે તારા પિતાએ જે વાત તને કહેલ નથી, તેથી જે દ્રવ્ય તેં મેળવ્યું નથી તે આ બેકડે દેખાડશે. પછી આ વાત સાચી માનજે.” આ પ્રમાણે સાંભળીને દેવીદત્તે તે પ્રમાણે કર્યું