Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 568 ધન્યકુમાર ચરિત્ર. રીરવાળું બાળકનું મુખ, કમળ અને સુપ્રસન્ન એવું સ્વામીનું મુખ-આ ત્રણે પુન્યથી જ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વિચારીને તેણે પત્નીને કહ્યું કે-“પ્રિયા ! વિષાદ કરીશ નહિ. પુત્રપ્રાપ્તિ માટે હું પ્રયાસ કરીશ.” ત્યારપછી શ્રેણી મંત્ર, તંત્ર, યંત્ર, દેવ-દેવી પૂજન વિગેરે મિથ્યાત્વના કાર્યમાં પ્રવર્યા. દુઃખી માણસ શું શું કરતા નથી? કહ્યું છે કે आर्ताः देवान् नमस्यन्ति, तपः कुर्वति रोगिणः / निधना विनयं यान्ति, क्षीणदेहाः सुशीलिनः // આ માણસે સર્વ દેવને નમે છે, રેગી તપસ્યા (લાંઘણ) કરે છે, નિર્ધન મનુષ્ય વિનય આચરે છે અને શક્તિ વગરના માણસે સુશીલ થાય છે. વળી કહ્યું છે કેइहलोइयम्मि कज्जे, सव्वारंभेण जह जणो कुणइ / ता जइ लक्खंसेण वि, परलोए तहा सुही होइ // આ લેક સંબંધી કાર્યમાં જેટલો પ્રયાસલેક કરે છે, તેને લક્ષાંશ પ્રયાસ પણ જે પરલેક માટે કરે છે તે સર્વત્ર સુખી થાય.” એક દિવસ તે શેઠના મિત્ર ધનમિ તેને કહ્યું કે-“ભાઈ ! તું મિથ્યાત્વ આચરીશ નહિ. મિથ્યાત્વ આચરવાથી આપણેજ ભવરૂપી અંધારા કુવામાં પડીએ છીએ. વળી આપણું પછી આપણા પુત્રાદિક પણ આપણને અનુસરીને ગાઢ મિથ્યાત્વ સેવે છે, તેથી તેઓ પણ પરંપરાએ સંસારમાં ડુબે છે. કહ્યું છે કે सम्मतं उच्छिदीय, मिच्छत्तारोवणं कुणइ निकुलस्स / तेण सयलोवि वंसो, दुग्गइमुहसम्मुहं नीओ “સમ્યકત્વને ઉચ્છેદીને જે પિતાના કુળમાં મિથ્યાત્વનું આરોપણ કરે છે, તેણે તેને આખે વંશ દુર્ગતિની સન્મુખ કર્યો એમ સમજવું " અને–