Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પર ધન્યકુમાર ચરિત્ર. અનેક ઘડા હતા તથા વહાણાદિક યાનપાત્રથી પણ અધિક સમુદ્રજળ તરવામાં સમર્થ ચર્મરત્ન હતું, જે હમેશાં ચૌદ રત્ન નવનિધાન વિગેરેના મળીને પચીશ હજાર દેવતાઓથી સેવાતું હતું, આવી દિવાળે તથા બળથી ગર્વિત થયેલે સુબૂમ ચક્રવર્તી પાપને ઉદય થયે ત્યારે સમુદ્રમાં પડીને ડુબી ગયે. તેનું જ જ્યારે પુન્યનું બળ હતું તે વખતે અતકિત રીતે, નહિ બેલાલ ચક્ર પણ ઉત્પન્ન થઈને તેના હાથમાં આવ્યું હતું અને તેના વડે જેણે આખું ભરત જીત્યું હતું તેને જ જયારે પાપોદય થયે ત્યારે તે ચક વિદ્યમાન હતું તે પણ તેનું કાર્ય સાધવામાં તત્પર થયું નહિ. કૃષ્ણ વાસુદેવના પ્રશ્નથી શ્રી નેમિનાથે કહ્યું હતું કે– જરાકુમારના હસ્તથી તમારૂં મરણ છે.” તે સાંભળીને અતિ દૂભાયેલે જરાકુમાર “એવું અકાર્ય પોતાથી ન થાય તે ઠીક એવા વિચારથી રાજયસુખ ત્યજીને વનમાં ચાલ્યું ગયે હતું, પરંતુ જયારે કૃષ્ણના પાપને ઉદય થયે ત્યારે જરાકુમારના જ બાણથી કૃષ્ણ મરાયા; તેથી કુટુંબ ઉપર જે વાત્સલ્યભાવ છે તે નકામે જ છે, તેને માટેનો પ્રયાસ પણ નિષ્ફળ છે.અનાદિ કાળથી મહારાજાના મોટા ભાઈ કર્મપરિણામ રાજા નટના હાથમાં રહેલ માંકડાની માફક જીવને નચાવે છે, એક ક્ષણમાત્ર પણ નિવૃત્તિ આપતો નથી. તેને સહાય કરનાર મોહ, મિથ્યાત્વ, અજ્ઞાનાદિક વિવિધ પ્રકારના બંધ, ઉદય, ઉદિરણા વિગેરે રૂપ પાંજરામાં નાખીને જીવને દુઃખ આપે છે. કર્મ કલેશની વિચિત્રતાને પૂર્ણ પ્રબંધ સર્વજ્ઞ શ્રી કેવળી ભગવંત જાણે છે, પણ તે કહેવાને સમર્થ નથી. તેથી સહજ સુખની ઇચ્છવાળાએ શ્રી જિનાગમને અભ્યાસ કરીને કર્મના બધ, ઉદય વિગેરેની વિચિત્રતાને સારી રીતે સમજવી. એકજ પુન્ય પાપના બંધરૂપ આશ્રદ્વાર સેવતાં વિચિત્ર પ્રકારનાં ફળ મળે છે. અધ્ય