Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પવિ. 563 વસાયના બળવાપણાથી, ગેસ્થાન તથા વીર્થસ્થાન અસં ખ્યાત હોવાથી સમવિષમ રૂપે વિચિત્ર કર્મવિપાકજીવને પ્રાપ્ત થાય છે. સર્વે સંસારી છે જે સુખ દુઃખ અનુભવે છે તેને આપનાર કર્મ જ છે, બીજું કોઈ નથી. કર્મના સ્વરૂપને નહિ જાણનાર જે છે બીજા કેઈને સુખ દુઃખ દેનાર માને છે તે તેના મિથ્યાત્વ અને અજ્ઞાનના વિલાસરૂપ છે. તેઓએ ધર્મને કાંઈ પણ ઓળખે નથી, તેઓ અનાદિ કાળથી ભ્રમમાંજ પડેલા છે; તેથી ધ“દત્તની માફક પહેલા કર્મનું સ્વરૂપ જાણીને પછી જેમ આ ભાનું હિત થાય તેમ વર્તવું. " મહાવીર ભગવંતે આ પ્રમાણે કહ્યું એટલે સભાજનોએ પૂર છયું કે–“સ્વામિન્ ! તે ધર્મદર કોણ હતું, જેણે કર્મકદાર્થના જાણીને સ્વહિત આચર્યું?” તેમને પ્રશ્ન સાંભળીને ભગવંત બેલ્યા કે તેની કથા સાંભળે - ધર્મદત્તની કથા. આજ ભરતક્ષેત્રમાં કાશમીર નામનો દેશ છે. તેમાં ચંદ્રપુર નામે નગર હતું. તે નગરમાં ન્યાયમાં એકનિષ્ઠ યશોધવલ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને યશોમતી નામની રાણી હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ ઘણા ગુણવાળા ચંદ્રધવળ નામે પુત્ર હતું. તે સર્વ શાસ્ત્રમાં પ્રવીણ, સર્વ શાસ્ત્રના રહસ્યને જાણનાર અને સર્વે ધનુર્વેદાદિ કળામાં નિપુણ હતું અને ખાસ કરીને શુકનશાસ્ત્રમાં બહુ વિચક્ષણ હતું. એક દિવસે રાત્રે પોતાના આ વાસના ઉપરના માળે તે સુખનિદ્રાથી સુતા હતા તે વખતે પા. છલી રાત્રીએ એક શિયાળણીને શબ્દ તેણે સાંભ. શગાલીના શબ્દો સમજવામાં તે કુશળ હેવાથી હૃદયમાં વિચાર કરતાં તેને એવું રહસ્ય પ્રાપ્ત થયું કે-“આ શુગાલી કહે છે કે તમને મહાન લાભ