Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ "અષ્ટમ પલ્લવ. 507 “વત્સ!આ સર્વે તારા હિતચિંતક, તારા પક્ષનું પોષણ કરનાર છે; તેથી તેમની અનુકૂળતા પ્રમાણે હમેશાં વર્તજે, તેમનાથી પ્રતિકૂળપણે કદિ વર્તીશ નહિ, હમેશાં દાન, પુણ્ય અને પરોપકારપરાયણ રહેજે. વ્રત, નિયમાદિકથી આત્માને સાચવજે; અને જ્યારે અમારી જેટલી અવસ્થા થાય ત્યારે તું પણ આ જ રીતે શ્રીમદ્ ભાગવતી દીક્ષા ગ્રહણ કરજે.” ( આ પ્રમાણે સર્વની સમક્ષ શિખામણ આપીને વધતા જતા શુભ પરિણામવાળા અને શુભ ધ્યાનથી ઉલ્લાસાયમાન થયેલા મનવાળા શેઠ શુભ અધ્યવસાયના ગે શુભ મનોરથ કરવા લાગ્યા કે–“હું આવતી કાલે સવારે જન્મ, જરા મરણાદિનાં દુઃખોથી રહિત એવું મુક્તિસ્થાન મેળવવાના અવંધ્ય કારણરૂપ અને સકળ કલ્યાણના એક ભાઇનરૂપ સંયમ ગ્રહણ કરીશ અને સંયમ ગ્રહણ કરીને વિવિધ પ્રકારના તપ, સંયમ, વિનયાદિવડે ચારિત્રને આરાધી સંસારને પાર પામીશ.” આ પ્રમાણે ભાવના ભાવતા શયનગૃહમાં રાત્રે સુતા. અર્ધરાત્રિ જતાં મહિલાનું રૂપ ધારણ કરેલી લક્ષ્મીદેવીએ ભગદેવ પાસે આવીને કહ્યું કે “તમે મને ઇચછાનુસાર આપી, ખાધી, ભેગવી અને છુટી મૂકી દીધી, વની મારા ઉપર વિરક્ત મનવાળા થઈને સંયમમાં રસવંત થયા, તેથી તમે તે મને છેતરી છે. મેં અનેક પુરૂષને છેતર્યા છે, પણ તમે મને છેતરી છે ! કહે હવે હું તમારું શું કાર્ય કરું?” ગદેવે કહ્યું કે–“હવે મારૂં કાંઈ પણ કરવાનું નથી, તમારી ઈ છા હોય ત્યાં તમે સુખે જાઓ.” તે સાંભળીને લક્ષ્મી અટશ્ય થઈ. અડ્રાઇમહેસૂવાદિ સંપૂર્ણ થતાં આડંબરપૂર્વક શિબિકામાં બેસીને ભગવતીની સાથે પ્રશાંત નામના આચાર્યની - 1 અરિહંત ભગવંતે પ્રરૂપેલી. .