Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ - નવસ પણ, મત સિવાય આને હાઈ કેણ જાણી શકે તેમ છે? તેથી જિત વચન જ સત્ય છે. કારણ કે આગમમાં કહ્યું છે કે “જીતી ગતિની વિચિત્રત્તા, પુદગળનાં પર્યાયોની આવિર્ભાવ તથા તિરો ભાવ સંબંધી વિચિત્રતા, અને કમનાં બંધ તથા ઉદયની વિચિતતા; આ સર્વ વિચિત્રતાનું હાર્દ જિનેશ્વર અગર જિનેશ્વરના આગામેજ જાણે છે, બીજું કઈ જાણતું નથી, તેથી ખરેખર તેજ સત્ય છે.” ( આ પ્રમાણે વિચારતા અને સ્થાને સ્થાને નવી નવી રચનાઓ મંડપ, તથા પૂતળીઓથી કરાતાં નૃત્યાદિ મહા આર્યો જોતા “શું આ સચેતન દેવીનું રૂપ છે કે અચેતન દેવીનું રૂપ છે? તેમ વારંવાર વિચારતા, વારંવાર જિનેશ્વરના માર્ગ અને જ્ઞાનને સત્યપણે સદૃહતા તેઓ આનંદ પામતા હતા. જો હું આ છેછીને ઘેર ન આવ્યું હેત તે આવા વિચિત્ર અને કોઈ વખતે નહિ જોયેલા અને સાંભળેલા તુકે કયાંથી જોત?' આ પ્રમાણેની આનંદપૂર્વક કલ્પના કરતાં પરિવાર સહિત શ્રેણિક મહારાજા ઉત્તમ દેવીશોભાથી શોભતાં શાલિભદ્રના મહેલે પહોંચ્યા. ત્યાં પહેલા દ્વારમાં પ્રવેશ કરતાં લીલા રત્નનાં દળથી શોભતા સુવર્ણ કળશથી કાંતિવાળા થયેલા, અનેક ઉત્તમ રને જેમાં આંતરે આંતરે ટાંગ્યા હતા તેવાં ત્રણ તેણે રાજાએ દીઠા. પછી મંદિરમાં પેસીને આગળ જતા હતા તે વખતે પાણીને શ્રમ કરાવતું સ્ફટિક રત્નથી બનાવેલું ભૂમિતળ જોઈને કેટલાક ભેળા માણસે પાણીના ભ્રમથી વસ્ત્ર સંકેચવા લાગ્યા, તે વખતે બુદ્ધિવંત અભયકુમારે પોતાની નિપુણતા દેખાડવા માટે તથા અજ્ઞતાનું હાસ્ય નિવારવા માટે હાથમાંથી સોપારી નીચે નાખ્યું. તે સોપારી ભૂમિ ઉપર પડ્યું, તેને શબ્દ થતાં જ “આ રફાટિક રત્નનું ભૂમિતળ છે' તેમ ખાવી