Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પપ૬ ધન્યભર ચરિર. રને તારા ઘરની જેવું જ ગણજે, કાંઈ પણ અંતર ગણીશ નહિ. તાર ઇચ્છિત વિલાસમાં જે કાંઈ વિન્ન આવે તે મને ઘણું દુઃખ દાયી થશે, તેથી નિઃશંકપણે વિલાસ કરજે.” આ પ્રમાણે કહીને પિતે કહેલી વાતની પ્રતીતિ ઉપજાવવા માટે શાલિભદ્રની પીઠ ઉપર રાજાએ હાથ મૂકે. રાજા જેના ઉપર મેટી કૃપા બતાવે છે તેની પીઠ થાબડે છે તેવી રાજનીતિ છે. રાજાના કર્કશ હસ્તપર્શથી ડું. ગરના નિઝરણાની માફક શાલિભદ્રના શરીરમાંથી પરસેવાના બિંદુ ટપકવા લાગ્યા અને તેનું શરીર મુષ્ટિમાં રાખેલા રાતપત્રના પુષ્પ ની માફક ગ્લાનિ પામી ગયું. તે દેખીને ભદ્રાએ રાજાને વિનંતિ કરી કે–“સ્વામિન!આ પીતળના દેવ જેવો છે. સ્વામીના પ્રતાપરૂપી અને સિને તાપ સહન કરવાને તે સમર્થ નથી, તેથી તેને રજા આપે એટલેતે તેના વિલાસભુવનમાં જાય.” તે સાંભળીને રાજાએ હર્ષપૂર્વક બહુમાન આપીને તેને રજા આપતાં કહ્યું કે–“વત્સ ! સુખેથી ઉપરના માળે જા.” તે પ્રમાણે ભૂપતિને આદેશ મળવાથી શાલિભદ્ર તે ક્ષણેજ મેહથી છુટેલે ભવ્યાત્મા લેકાંતમાં જાય તેવી રીતે સાતમે માળે ચાલ્યા ગયે; ત્યાં જઈને વૈરાગ્યના રંગથી હૃદયને ભરતે તે શય્યામાં વથતાથી બેઠે અને વૈરાગ્યને લગતાજ વિચાર કરવા લાગે. હવે ભદ્રાએ અંજળી જોડીને બહુમાનપૂર્વક પરિવાર સહિત રાજાને ભેજન માટે આમંત્રણ કર્યું. રાજાએ પણ અતિ આદર અને ભક્તિ દેખીને આમંત્રણ સ્વીકાર્યું. પછી શત, સહ સ્ત્ર અને લક્ષ સંકાએ બનાવેલા તથા શત, સાહસ અને લક્ષ દ્રના વ્યયથી નિર્માણ થયેલા શતપાક, સહમ્રપાક, અને લક્ષપાક તૈલેવડે મજજનશલામાં લઈ જઈને નિપુણ અભંગ કરવાવાળાઓએ રાજાદિ સર્વને અત્યંગ કર્યું. ત્યારપછી સુવાસિત