Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 558 ધન્યકુમાર ચરિત્ર. પૂર્વ તૈયાર કરી રાખેલ ઉત્તમ આસનવાળા રમણીય ભજનમંડપમાં ઉત્તમ આસન ઉપર તેઓ બરાજયા. પછી ગેભદ્રદેવે આપેલ તથા વિવિધ વસ્તુઓવાળી હશિયાર રઇયાઓએ બનાવેલી અઢાર ભેદેવાળી નવી જાતની અને દિવ્ય રસવતી પરિવાર સહિત રાજાને ભદ્રાએ પીરસી, પછી રાજાદિક સર્વે તે ઉત્તમ, નવીન પ્રકારની, સુસંસ્કારિત, વિવિધ રચનાવાળી નવીન રઈ આસ્વાદતાં હૃદયમાં બહુવિમિત થયા, અને “આ શું? આ શું? ' એમ વારંવાર રસેઇયાને પૂછવા લાગ્યા. ખાતાં ખાતાં રસવતીના સ્વાદની પ્રશંસા કરતાં તેઓએ ઈચ્છાનુસાર ઉદરપૂર્તિ કરી. જમીને ઉડ્યા એટલે પાછા તેઓ બધા જયાં પ્રથમ બેઠા હતા ત્યાં આવીને બેઠા. પછી રત્ન જડેલી સુવર્ણની કેબીમાં પાંચ સુગંધીવાળા તાંબુળનાં બીડાં તેમની પાસે મૂકવામાં આવ્યા. તે તેઓએ લીધા પછી દિવ્ય અત્તરાદિકથી તેમને છાંટણા કરીને વિવિધ પ્રકારના વસ્ત્ર અને આભરવડે સર્વને સત્કાર કરવામાં આવે; વળી રાજાને વિવિધ દેશોમાં ઉપજેલા ઉત્તમ વચ્ચે, રત્નથી ખીચખીચ ભરેલા વિવિધ આભરણે, અને અનેક દિવ્ય રોએ ભરેલા થાળેની ભેટ કરી. વળી અનેક અશ્વો, રથ, તથા એલચી, લવીંગ, જાયફળ વિગેરે સ્વાદિમ પદાર્થો, દ્રાક્ષ, અખોડ, બદામ, પિતા વિગેરે ખાદીમ પદાર્થો તથા બીજી પૂર્વે નહિ જોયેલી અનેક વસ્તુઓનું ભંટણું કરીને રાજાને તૃપ્ત કર્યા–સંતે વ્યા. રાજાએ પણ પ્રસન્ન ચિત્તથી ભદ્રાને કહ્યું કે “ભદ્રે ! તમારા લીલાપતિ પુત્રનું બહુ યત્નથી રક્ષણ કરજો. મારી જેવું કોઈ કામ હોય તો સુખેથી કહેજો, જરાપણ અંતર ગણશે નહિ. મારું ઘર તે તમારું ઘર છે તેમજ ગણજો. તમારી સાથે ભારે સેવ્ય સેવકનો સંબંધ નથી. આખું રાજ્ય તમારૂં જ છે તેમ