Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પશિવ.” પજવું પની જેવા પરદુઃખભંજન કૃપાળુ સજજન તો પરની ઈચ્છાનુસારજ વર્તે છે. આ મહાન નગરમાં સર્વ પુરૂષ મળે હાલ બેજ પુરૂષો ઉત્તમ છે, એક મારા જમાઈ અને આપના ભગીની પતિ ધન્યકુમાર અને બીજા આપ, કે જેઓ પારકાના મનોરથને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ જેવા છે. તેથી જો આપ કૃપા કરીને “આ કરવા યોગ્ય જ છે એટલું હૃદયમાં ધારણ કરશે, તેજ તે કાર્ય થશે, નહિ તે થશે નહિ. અમારી જેવા વ્યાપારીમાત્રને ઘેર મને હારાજના આગમનને સંભવ ક્યાંથી હોય ? તેથી અમારા ઘરની આબરૂ પણ તમારેજ આધીન છે, પછી જેમ ઠીક પડે તેમ કરે.” આ પ્રમાણેનાં ભદ્રાનાં વચને સાંભળીને અભયકુમારે કહ્યું કે “તમે જે કહ્યું તે સત્ય છે. તમારે મને રથ પૂર્ણ કરવામાં હું વિલંબ કરીશ એવી બીલકુલ અશ્રદ્ધા કરશો નહિ; કારણ કે તમારિી સાથે અમારે ઘણે સંબંધ છે. પહેલાં તે આપણે બન્ને શ્રી જિનેશ્વરના ચરણના ઉપાસક છીએ. શાલિભદ્રની બહેન અને મારી બહેન એકજ ઘેર પરણેલ છે તે બીજો સંબંધ છે. વળી ત્રીજો સંબંધ એ છે કે મહારાજને ગોભદ્ર શ્રેષ્ઠી પરમપ્રિય મિત્ર હતા, તેથી તમારા ઘર ઉપર તે મહારાજાની પ્રથમથી જ મહેરબાની છે, વળી તમારું કાર્ય તે હું મારૂં જ જાણું છું, તેમાં જરાપણ આંતરે હું ગણતો નથી; પરંતુ જો હું એકલેજ જઈને ત્યાં વિજ્ઞસિ કરીશ તો સભામાં કેટલાક નાદાન લેકે પણ હોય છે તેઓ એમ બોલશે કે-“મંત્રીને કઈ પ્રકારે ભદ્રાએ વશ કર્યા જણાય છે, તેથી તેને ઘેર જવાની તે પ્રેરણા કરે છે, તેના ઘરને કઈ પ્રધાન માણસ તે કહેવા માટે પણ આ નથી. ' વળી કઈ વાચાળ બેલશે કે-“મહારાજની આજ્ઞા આવિજ પળે છે ને? તેમની આજ્ઞા સાંભળીને તે તે ઈચછાપૂર્વક અને હીં આવ્યા નહિ, પણ ઉલટા રાજાને ત્યાં બેલાવે છે! જે રાજા