Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પલ. 510 પૂર્વ પુણ્યના ઉદયની સહાય વડે લક્ષ્મી મળે છે, તે પણ તેના સંરક્ષણાદિક માટે રૌદ્રધ્યાનમાં પ્રવૃત્તિ કરવી પડે છે, તેનાથી નરકના અંધારા કુવામાં પડવાને જ સમય આવે છે. આ પ્રમાણે પ્રાણી આ સંસારી કુટુંબના પિષણની ચિંતાથી ઘણું ધન મેળવવાને પ્રયાસ કરી અંતે મરીને અગતિમાં ઉપજે છે; અને ત્યારપછી પુણ્યહીન એવા પુત્રાદિકના હાથમાંથી એચિંતા કે શત્રુઓ લ મી લઈ લે છે, અને એ લક્ષ્મીવડે તે જે જે પાપ કર્મો આચરે છે તેનું પાપને આવ્યા વગર પરભવમાં ગયેલા જીવને કડવું ફળ મળે છે, તેથી આલેક અને પરલોકમા લક્ષ્મી–ધન સમૃદ્ધિ દુઃખનાજ કારણભૂત છે, તે મળે તેમાં કોણ આનંદ પામે ? જે સદગુરૂનાં વચનથી સાતે ક્ષેત્રમાં લક્ષ્મીને વાપરે, તે તે સંસ્કારિત કરેલા વિષની માફક સફળ, ઈચ્છિત અને હિતકારી કર્મ બંધ કરાવનાર થાય છે. જેવી રીતે રૂપું જળમાં ડુબે છેને રૂપાનું - પાત્ર જળમાં તરે છે, તેવી રીતે લક્ષમી પણ પાત્ર પ્રમાણે પહેલી કરીને ખર્ચા હોય તે તે સંસાર સમુદ્ર તરવામાં નાવ સમાન થાય છે. લક્ષ્મી દાનાદિકમાં ખર્ચવાથી ઉપકાર અને પુણ્યના નિમિત્તભૂત થાય છે એવી જિનેશ્વરની આજ્ઞા છે. વિતરાગની સેવા કરતાં પણ વીતરાગની આજ્ઞાનું પાલન કરવું તે વધારે શ્રેષ્ઠ છે, કારણ કે સેવાનું ફળ સ્વર્ગ છે, અને આજ્ઞાપાલનનું ફળ તે અવશ્ય મુકિત જ છે; તેથી જિનેશ્વરની આજ્ઞાનુસાર દાનાદિક ધર્મ- ના પાલનમાં યથાશક્તિ પ્રયત્ન કરે, તે આ સર્વ વાતનું રહ–હાર્દ-ગૂઢાર્થ છે.” આમ કહીને મુનિ મહારાજ અટક્યા, એટલે ધનસાર શ્રેણી મસ્તક ઉપર અંજલિજેડીને હૃદયમાં રહેલા અનેક સંશયે પૂછવા લાગ્યા, અને બોલ્યા કે–“ભગવદ્ ! કયા કમંથી મારો આ પુત્ર