Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પીવ, પ૨૧" દુધ મારે ઘેર છે, તારે જોઈએ તેટલું લઇ જા.” બીજી બોલી– “નિર્મળ અખંડ એવા શાલીના ચેખા મારે ઘેર છે, તે હું આપીશ, તે લઈ બાળકની ઈચ્છા પૂર્ણ કર.” ત્રીજી બેલી કે–“અતિ ખી ગંગા નદીના કિનારાની રેતી જેવી ખાંડ હું આપીશ, તે લે.” ચોથી બેલી કે–“આજેજ લાવેલું સ્વચ્છ ઘી મારે ઘેર તૈયાર છે, તે હું આપીશ, તે લઈને આ બાળકની ઈચ્છા પૂર્ણ કર.” આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળીને પ્રસન્ન થયેલી તે ડોસી બોલી કે-“અરે ભાગ્યવંતીઓ! કલ્પવૃક્ષતુલ્ય તમારી મારા ઉપર કૃપા થઈ તેથી મારે મનોરથ સફળ જ થયે એમ હું માનું છું. તેઓએ કહ્યું કે–“હવે બધી સામગ્રી લઈ જાઓ અને તાકીદે ખીર બનાવીને આ બાળકની ઈચ્છા પૂરી કરે છે જેથી તે બાળકનું મન પ્રસન્ન થાય.” પછી તે વૃદ્ધ ડેસી તેઓ પાસેથી દુધ વિગેરે સામગ્રી લઈ આવી અને ધૃત-ખાંડ–તાંદુલ વિગેરે એકઠાં કરીને તેણે ખીર બનાવી. પુત્રનું હિત જોવામાં વત્સલ એવી માતા બાળકની ઈચ્છા પૂર્ણ કરવામાં વિલંબ કરતી નથી.” પછી બાળકને બેલાવીને ભજન કરવા માટે તેને બેસાડ્યો અને ખીરથી થાળી ભરી દઈને બાળકની આગળ મૂક્યો. બાળક પણ તે ક્ષીર બહુ ગરમ છે તેમ જાણીને હાથ વતી વાયર નાખીને તેને ઠંડી કરવા લાગે. માએ વિચાર્યું કે-“આ મારે પુત્ર ઉજજવલ અવી ક્ષીર ખાય છે, તેથી મારે દૃષ્ટિ દોષ તેને લાગે નહિં.” એમ વિચારીને નેહથી પાડોશીને ઘેર ચાલી ગઈ. બાળક જયારે તે ધૂમાડા નીકળતી ગરમ ખીરને શીતળ કરતે હો તેટલામાં તેના ઘરની પડખે થઈને એક માસક્ષપણનું પારણું કરવાની ઈચ્છાવાળા મહા ગુણના સમુદ્ર મુનિ ભિક્ષા માટે નીકળ્યા. બાળકે તેને ઘર પાસે થઈને