Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ થ૮ ધન્યકુમાર ચરિત્ર. દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરે. ધર્મકૃત્યમાં કઈને કઈ જાતિને પ્રતિબંધ નથી.” પછી સર્વ પરિગ્રહને તજી દઈને પોતાની પત્ની સહિત ધનસારે શેઠે તથા તેના ત્રણે પુગેએ ચારિત્ર અંગીકાર કર્યું. પ્રિયાઓ સહિત ત્યાં આવેલા ધન્યકુમારે આચાર્ય, માબાપ, બંધુઓ વિગેરે મુનિઓને નમસ્કાર કરીને દુષ્ટ કર્મને નાશ કરવાવાળે શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યો. પછી ભક્તિથી મુનિઓને વારંવાર નમીને તેઓ પોતાને ઘેર આવ્યા. હવે ધન્યકુમાર ગુરૂએ કહેલ પૂર્વ જન્મના દાનધર્મને સંભારતે વિશે વિશેષ ધર્મ પ્રવૃત્તિ કરવા લાગે અને મુનિધર્મ સ્વીકારેલ માતા પિતા તથા તપમાં મગ્ન થયેલા જયેષ્ઠ બાંધીને સ્તવતાં, મરત અને પુણ્યના વિપાકને ભેગવતાં કાળ નિર્ગમન કરવા લાગે. હે ભવ્ય છે ! મુનીશ્વરને આપેલ દાનનું ફળ જુઓ ! જે દાનના પ્રભાવથી ધન્યકુમાર જયાં ગયા ત્યાં આગળથીજ મૂકી રાખેલા હેય તેમ અઢળક ભેગવિલાસે તેમને પ્રાપ્ત થયા. વળી નહિ બેલવેલ છતાં પણ દેવતાઓએ ધન્યકુમારના મોટા ભાઈઓ પાસેથી ધન લઈ લીધું, ધન લઈને જતાં તેમને રોક્યા, શિખામણ આપી, અનુકૂળ કર્યા, અને ન્યાય માર્ગે પ્રવર્તાવ્યા. તેથી આ લેક અને પરલોકમાં સુખ ઈછતા મનુષ્યએ જિનેશ્વરના કહેલા દાનધર્મના આરાધનમાં ઉદ્યમ કરે, કે જેથી સકળ અર્થની સિદ્ધિ થાય. ઇતિ શી જિનર્ત સૂરિના રચેલા પદ્યબંધ શ્રી દાનકલ્પદ્રુમ : ઉપરથી ચેલા ગધબંધ શ્રી ધન્યચરિત્રના અષ્ટમ - પલ્લવનું ગુજરાતી ભાષાંતર