Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પલ્લવ પદ્ધ નવમ પલ્લવ, કદા રાજહી નગરીમાં નેપાળ દેશથી કેટલાક વ્યાપારીઓ નેપાળદેશમાં બનેલી એક એક લક્ષ સેના મહારની કિંમતવાળી રત્નકંબળે લઈને વેચવા ' માટે આવ્યા. “આ વસ્તુ રાજાને ભેગવવા લાયક છે' તેમ જાણુને તેઓ તે રત્નકંબળે લઈને શ્રેણિક મહારાજા પાસે ગયા, તેમને નમસ્કાર કરીને તેઓએ તે કંબળે તેને દેખાડી અને વિજ્ઞપ્તિ કરી કે–“સ્વામિન! આ રત્નકંબળે ત્રણે તુમાં ઉપભેગમાં–વપરાશમાં આવી શકે છે. વર્ષાઋતુમાં આ કંબળનાં તાગડાઓ પરરપર મળી જાય છે, તેથી વરસાદનું પાણી તેની ઉપર પડીને તરતજ ભૂમિ ઉપર પડી જાય છે, તેનાથી શરી. રને એક વાળ પણ ભીંજાતે નથી; વળી આ રત્નકંબળે કમળપત્રની માફક પાણીથી ભીંજાયેલી પણ રહેતી નથી–નિર્લેપ રહે છે. વળી શીતઋતુમાં તથા હેમંતઋતુમાં આ કંબળે ગરમી ધારણ કરે છે, એકજ વખત પહેરવાથી ક્ષણમાત્રમાં શરીર ઉપર પરસેવે થાય છે. વળી ઉન્હાળાની ઋતુમાં તે શીતળપણાને પામે છે. જ્યારે શરીરે પરસે થાય છે, ત્યારે ચંદનના વિલેપનની જેમ શરીરમાં શીતળતા ઉત્પન્ન કરે છે. જયારે આ કંબળે મેલી થઈ જાય છે, ત્યારે સોનાની જેમ અગ્નિમાં નાખવાથીખી અને નિર્મળ થાય છે, તેથીજ વસ્ત્રોમાં આ રત્ન તુલ્ય છે તેવી તેની ખ્યાતિ થયેલી છે.”