Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પર૪ ધન્યકુમાર ચરિત્ર. જમવાથી તે રાત્રેજ અજીર્ણ થયું; અજીર્ણના દોષથી તેને તે રાત્રેજ વિસૂચિકા ઉત્પન્ન થઈ તે વિસૂચિકાની પીડાથી મુનિદાનને સંભાતે તે બાળક મૃત્યુ પામીને આ તારે પુત્રધન્યકુમાર થયો છે. મુનિદાનના પ્રભાવવડે તે યશ, માહાઓ તથા અભુત સંપદાનું ક્રીડાસ્થાન થયે છે. કહ્યું છે કે સારા ક્ષેત્રમાં વાવેલ ધાન્ય તે શતગણું થાય છે, પણ પાત્રમાં વાવેલું બીજ તે વડના બીજથી વડવૃક્ષની જેમ અનંતગણું થાય છે. " હવે ધન્યકુમારના ત્રણે બંધુઓએ કરેલા કર્મના પરિણામની વિચિત્રતા દેખાડનારે તેમના પૂર્વભવને વૃત્તાંત સાંભળે." કેવળીનું તે વચન સાંભળીને ન વર્ણવી શકાય તેવી વિચિત્રતાવાળા કર્મવિપાકથી ચિત્તમાં ચમત્કાર પામી ધનસાર વિગેરે તહરિ' કહીને બન્ને હાથ જોડી કેવળી ભગવંતનું કથન સાંભળવા લાગ્યા. ગુરૂએ કહ્યું કે–“એક સુગ્રામ નામના ગામમાં પડખે પડખે જેઓનાં ઘરે આવેલાં છે તેવા સંપત્તિરહિત થઈ ગયેલા ત્રણ કુળપુરો રહેતા હતા કે જેઓ પરસ્પરના મિત્ર હતાં તે ત્રણે ધનના અભાવથી અને અન્ય વ્યાપારાદિકમાં કાંઈ લાભ નહિ મળવાથી વગડામાં જઈને ત્યાંથી કાષ્ટના ભારા લાવી આજી. વિકા ચલાવતા હતા. એક દિવસે ત્રણે જણ કાષ્ટ લાવવાને માટે પિતાપિતાને ઘેરથી ભાતું લઈને કાંબળ ઓઢી વગડામાં ગયા. તે વખત ત્રીજા પહેરને આરંભ થયે ત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલતી હેવાથી ઘણે સખ્ત તાપ પડતું હતું, તેથી ભૂમિ તપી ગઈ હતી અને ઉગ્ર કિરણેથી લેકે આકુળવ્યાકુળ થઈ જતા હતા. તે વખતે કોઈ મહાનુભાવ ક્ષમાના સાગર એવા ક્ષમાસાગર નામના મુનિ સંસારતાપનું નિવારણ કરવા કરેલા માસક્ષપણનું પારણું કરવા માટે કેઈ પણ ગામમાં જવા સારૂ તે વનને રસ્તે થઈને નીકળ્યા.