Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પર ધન્યકુમાર ચરિત્ર. જતા જોયા. મુનિના દર્શન થતાંજ તે બાળકને દાન આપવાની રૂચિ ઉત્પન્ન થઈ, તેથી તે વિચારવા લાગ્યું કે“અહે ! આજે સમસ્ત પાપ તથા સંતાપને નાશ કરવામાં સમર્થ એવા આ મહામુનિ મારા ઘરના આંગણાની નજીક થઈને નીકળ્યા છે. જે મારા ભાગ્ય જાગ્યા હોય તે મારા આમંત્રણ વડે તેઓ અહીં પધારે. સેંકડો વાર વિનંતિ કર્યા છતાં અને ભિક્ષા માટે અનેક શ્રેણીઓ આમંત્રે છે તે છતાં સાધુઓ તેમને ઘેર જતા નથી, જેનાં ભાગ્યને ઉદય થયે હોય તેમને ઘેરજ તેઓ જાય છે. મારા આમંત્રણથી જે મારું ઘર પવિત્ર કરે તે તે બહુ ઉત્તમ થાય. જે મારા ભાગ્યવડે કઈ રીતે તેઓ અત્રે પધારે તે ધન્ય પુરૂષોમાં પણ હું વિશેષ ધન્ય થાઉં.” આ પ્રમાણે બાળકપણમાં વર્તતા એવા તે બાળકને કુદરતી રીતે જ બહુમાનપૂર્વક દાન દેવાને ભાવ ઉદ્યસાયમાન થશે. પછી હર્ષપૂર્વક તે મુનિની સન્મુખ જઈને અતિ ભક્તિથી તેમને અંજળી જોડીને તે વિનંતિ કરવા લાગ્યો કે–“હે રવામિન ! મારા ઘરમાં શુદ્ધ અને નિર્દોષ આહાર છે, તેથી કૃપા કરીને આપના ચરણ કરવા વડે મારૂં ગૃહાંગણ પવિત્ર કરે.” આ પ્રમાણે તે બાળકની અતિશય દાનભક્તિ જોઈને મુનિ મહારાજે તેની વિનંતિ સ્વીકારી. પછી તે બાળક મુનિમહારાજને પિતાને ઘરે લઈ ગયે, અને બહુ આનંદ તથા ભક્તિ વડે તે ખીરની ભરેલી થાળી ઉપાડીને મુનિએ ધરેલા પાત્રમાં એક ધારાથી બધી ખીર વહેરાવી દીધી. પછી મુનિ પાછી વળ્યા એટલે આઠ પગલા મુનિની પછવાડે જઇને, ફરીથી તે મુનિને નમસ્કાર કરી તે અધિક સત્ત્વવંત બાળક પિતાના આત્માને કૃતકૃત્ય માનતિ પાછો ફર્યો. પછી આનંદના સમૂહથી ઉભરાઈ જતા અંતકરણવાળા