Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પવિ. 505 નામ લેવાથી પણ કાંઈ અશુભ અનુભવવું પડશે.” આ પ્રમાણે ક્ષત ઉપર ક્ષારની જેવાં વાળે સાંભળવા હું શક્તિવંત નથી. તારે તેવું દુઃખ નથી, કાનને પ્રિય લાગે તેવી વાણી અને સુખ તારે માટે છે!” આ પ્રમાણે તે બંનેની વાત સાંભળીને ભગદેવે વિચાર્યું કે“અહે ! આ બંને દુઃખી છે. આનું ચપળા એવું જે નામ છે તે અર્થ સહિત છે, કારણકે તેને સ્થિર કરે તે જગતમાં કઈ ઉપાય નથી. આ લક્ષ્મી શૌચધર્મથી પણ સધાતી નથી, શૌચ કરતાં પણ તેને નાશ થઈ જાય છે. તે ભક્તિથી પણ સાધ્ય નથી, ભક્તિ કરતાં પણ તે ચાલી જાય છે. યત્નપૂર્વક સંચય કરીને રાખીએ તે પણ સ્થિર થઈને તે રહેતી નથી. અર્થાત્ લક્ષ્મી પુણ્યાધીનજ છે, તે આ સર્વનું તાત્પર્ય છે; તેથી જ્યાં સુધી પુણ્યને અનુદાય ન થાય ત્યાં સુધીમાં તેની પહેલાં જ તેને ત્યાગ કરવો–તેને વાપરી નાખવી તેમાં જ ભા છે.” આ પ્રમાણે વિચારીને બીજી સવારે સકળ સામગ્રી લઇને ભગવતીની સાથે રથમાં બેસી દાસ, નેકર વિગેરેથી પરવારેલે તે નગર પ્રતિ ચા, કેટલેક દિવસે - પોતાને ઘેર પહોંચ્યું. બીજે દિવસે તેણે ભગવતીને કહ્યું કે–“સુભગે! અમૂલ્ય મનુષ્યભવ પામીને પૂર્વ પુણ્યના ઉદયથી આપણને અપરિમિત ધન પ્રાપ્ત થયું છે, તેમાંથી યથાગ્ય સમયે ઈચછાનુસાર આપણે ખાધું, પીધું, ભેગવું, છાપૂર્વક આમું, વિલાસાદિમાં વ્યય કર્યો. આપણી કોઈ પણ ઈચ્છા પૂર્ણ નથી, સંસાર વૈભવમાં કાંઈ પણ ન્યૂનતા નથી, તેથી હવે પુણ્યને ક્ષય થાય તે પહેલાં જ તે લક્ષ્મીને ત્યજી દઈને આપણે ચારિત્ર - હણ કરીએ, કે જેથી સંસારઅટવીમાં આપણે રખડવું ન પડે. પુણ્ય ક્ષીણ થતાંજ સેંકડો યત્નોથી રક્ષા કરીએ તે પણ લક્ષ્મી