Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 506 ધન્યકુમાર ચરિત્ર. ચાલી જાય છે, તેથી તે જતી રહે તે પહેલાંજ આપણે તેને ત્યજી દેવી તે બહુ ઉત્તમ છે.” આ પ્રમાણેનાં પતિનાં વચન સાંભળીને ભગવતી બેલી કે–“સ્વામિન ! આપે જે કહ્યું કે મારે પ્રમાણ છે. હવે સંયમ ગ્રહણ કરવાને અવસર પણ છે, તેથી તેમાં પણ આપણી પ્રશંસા થશે, અને ઉચિત કાર્ય કરવાથી આપણી ઉભય લેકની સિદ્ધિ થશે. તેથી આપે જે ચિતવ્યું તે સફળ થાઓ. હું પણ આપની સાથેજ ચારિત્ર ગ્રહણ કરીશ, કુળવંતી સ્ત્રીને પતિ વગર ઘરમાં રહેવું તે સ્મશાનમાં રહેવા બરોબરજ છેતેથી શિઘ્રતાથી ઈચ્છા પ્રમાણે કરો.” આ પ્રમાણેનાં પ્રિયાનાં વચન સાંભળીને તેને વૈરાગ્યરંગ બેવડો થવાથી તેણે આખા નગરમાં સર્વ જિનેશ્વરનાં મંદિરોમાં દ્રાવ્યાદિક આપીને અઠ્ઠાઇમહેસે શરૂ કરાવ્યા. ભંભા, ભરિ વિગેરે વાછરોના વિનિથી બધી દિશાઓ પૂરી દીધી. આખી નગરીમાં અમારિપટ વગડા. સાતે ક્ષેત્રોમાં અપરિમિત ધન વાપર્યું. ઘણું દીન, હીન, દુખિત જનને પુષ્કળ ધનનું દાન આપીને તેઓનું દારિદ્ર કાપી નાખ્યું. સ્વજન, કુટુંબીઓને ઇચ્છાનુસાર આપીને સંતોષ્યા. પછી સ્વજન, મિત્ર, જ્ઞાતિવર્ગના માણસને બેલાવીને ઉત્તમ ભજન, તાંબુલ, વસ્ત્ર, આભરણાદિકવડે તેમને સંતોષી તેઓની સમક્ષ કુટુંબને ભાર પિતાના મોટા પુત્રને માથે નાખીને સર્વની સમક્ષ ભગદેવે કહ્યું કે-“મારે સ્થાને આ મારા પુત્રને આપની સમક્ષ હું બધું સોંપું છું. આપ સર્વે તેને મારી જ ગણજે, કારણકે તેનું મને હત્વ તમારા હાથમાં છે. જો કેઈ વખત તે ખલના કરે તે એકાંતમાં તેને શિખામણ આપીને તેને સમ્યક પ્રકારે સાચવજો.” આ પ્રમાણે સ્વજનાદિકને કહીને પુત્ર સામું જોઈ તે બોલ્યો કે