Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પવિ. કતા છે પરરપર ભવસંતતિને લીધે દરેક જીવની સાથે અનેક પ્રકારનાં સંબંધથી જોડાય છે, તેથી તેમાં કાંઇ વિસ્મય પામવા જેવું નથી. સર્વ જી સર્વ સંબંધવડે પિતાના થઈ ગયા હોય છે, તે પણ સર્વ સંબંધવડે તેને થયે હેય છે, માટે સંસારનું એવું સ્વરૂપ જાણીને સંસાર સમુદ્રમાંથી તારવાને સમથે એવા ધર્મમાં જ એકમતિ–એકધ્યાન કરવું. જે ધન પિતાને હાથેજ ધર્મ અને દાનમાં વાપર્યું, તે ધન ભવાંતરમાં સાથે આવે છે, જઘન્યથી પણ સન્માર્ગે વાપરેલ દ્રવ્યનું દશ ગણું ફળ તે મળે જ. અતિ શુદ્ધ પરિણામથી ખર્ચેલ દ્રવ્ય તે સહસ્રગણું, દશ સહસગણું લક્ષગણું, કેટી ગણું, અથવા તેથી પણ અધિક ફળ આપે છે. પાપમતિ પણ તેવીજ રીતે ફળ આપે છે. જેવી રીતે દહીં, છૂત, માખણ વિગેરેનું કારણ દુધ છે, તેવી જ રીતે સર્વ સુખનું અવંધ્ય કારણ ધર્મ જ છે, અને તેને આશ્રય કરનાર અવશ્ય સુખી જ થાય છે. આ પ્રમાણે ભેદીધ તારનાર ધર્મોપદેશ રૂપી શિખામણ આપીને સાધુમુનિરાજ બીજે સ્થળે ચાલ્યા ગયા. ત્યારપછી ધનસુંદરીએ તે નાગિલને બોલાવીને કહ્યું કે“અરે નાગિલ ! તારે હમેશાં મારે ઘેર રહી મારા ઘર સંબંધીનું કાર્ય હોય તે કરવું, હું તને આજીવિકા આપીશ, પણ તારા આ પુત્રને તારે અહીં લાવવો નહિ. જ્યારે તે ઉમર લાયક થશે, ત્યારે મારા ઘરનાં કાર્યો તારે પુત્રજ કરશે, પણ ત્યાં સુધી અમા રે ઘેર તારે કામ કરવું, અને આજીવિકા લઈ જવી.” તેણે પણ ઉત્સાહથી તે સ્વીકાર્યું. આ પ્રમાણે કેટલેક કાળ વ્યતીત થયે. એક દિવસ સુખે સુતેલા ભેગદેવે બે સ્ત્રીઓને પરસ્પર વાત કરતાં સાંભળી. તેમની એકે અન્યને કહ્યું કે-“તું કોણ છે? બીજીએ કહ્યું કે–“હું ભેગ