Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 502 ધન્યકુમાર ચરિત્ર. અપવર્તન કરીને મૃત્યુ પામી આજ નગરમાં નાગિલ નામના આજન્મ દરીદ્રીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. પુણ્ય નહિ કરેલ હેવાથી તે સ્થળે પણ તે મા બાપ બંનેને અનિષ્ટ થયો છે, ઉદર પૂર્તિ થાય તેટલું પણ અન્ન નહિ મળવાથી અતિ દુઃખવડે કાળ ગુમાવે છે. કહ્યું છે કે–પુણ્ય માટે મળેલું ધન જે ખર્ચો નથી, પણ ખાડામાં સંતાડીને ગોપવી રાખે છે, અને ભગવતે પણ નથી, તે આ ભવ અને પરભવ બંનેના સુખથી ઠગાય છે–વંચિત થાય છે. વળી કહ્યું છે કે—“ કાર્ય કરનાર નેકર હોય તે ઘરને સ્વામી થાય, અને ગૃહવામી હોય તે નકર થાય. આ વાતને કોણ સહે? અહે! વિધિના વિલાસ વિષમ છે.” આ પ્રમાણે તે કૃપાળુ મુનિરાજે ધનદત્તને હિતકારી શિખામણ આપી. તે સાંભળીને પિતાને પતિ પાપના ખાડામાં પડ્યો' તે હકીકતથી ધનસુંદરી બહુ ગાઢ સ્વરથી રૂદન કરવા લાગી. સાધુએ ફરીથી પણ ઉપદેશદ્વારા શિખામણ આપી કે–“અરે મહાનુભાવ ! શા માટે તારા આત્માને ખેદ પમાડે છે? સંસારને સ્વભાવજ એ છે. ભવાંતરમાં ગયેલી વસ્તુને પિતાની વસ્તુપણે વિચારવી તે કઈને કામ આવતું જ નથી. અનેક દેથી સેવાતાં ચક્રવતીઓ પણ જયારે ભવાંતરમાં જાય, મૃત્યુ પામે, ત્યારે તેને કેઈપણ સંભારતું નથી. આ જીવ કોઈ વખત મનમાં વિચાર આવતાં જ કાર્ય સાધે છે, ઘણા દેનું આધિપત્ય કરે છે; વળી ફરીથી તેજ જીવ જડરૂપ એકેંદ્રિયપણામાં અથવા તિર્યંચ નિમાં અશ્વ, ગર્દભાદિ રૂપે ઉત્પન્ન થઈને મહાદુઃખ પ્રાપ્ત કરે છે, તે વખતે કોઈ પણ દેવ તેને સહાય કરવા આવતું નથી. વધી તે તિર્યંચ યોનિમાંથી પાછા દેવ થાય છે. ચારે ગતિમાં ભટ 1 આયુકર્મનાં દળીયાં તાકીદે ખપાવીને