Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 220 ધન્યકુમાર ચરિત્ર ઉપવનમાં ગયા. દૂરથી પિતાનાં દર્શન થતાંજ વાહનમાંથી નીચે ઉતરીને હર્ષપૂર્વક પિતાજીના પદયુગાળમાં પડી, પ્રણામ કરીને તે બોલ્યા કે “આજનો મારો દિવસ સફળ થયે, આજે મારા સર્વ , કાર્યની સિદ્ધિ થઈ. આજે મારું અકળ ધન પણ સફળ થયું અને આજે મારે જન્મ સફળ થયે; કારણકે આજે મને આપના પવિત્ર ચરણયુગળનાં દર્શન થયાં.” આ પ્રમાણે સમ્યગ રીતે શિષ્ટાચારપૂર્વક પિતાજી તથા મોટા બંધુઓને નમન કરી કુશળવાર્તા પૂન છીને સજજનતા, સુપુત્રતા તથા વિનિતતા સર્વીશે પ્રગટ કરી. તેમના પિતા ધનસાર શ્રેણી પણ અત્યંત હર્ષપૂર્વક ધન્યકુમાર 'તથા સાથે આવેલા શ્રેષ્ઠીઓને ભેટ્ય અને સુખની તથા કુશળ ક્ષેમની વાતે પૂછવા લાગ્યા. ત્યાર પછી ધન્યકુમારે પિતાને 2 સુખાસનમાં, મોટા ભાઈઓને અશ્વો ઉપર તથા માતા વિગેરેને રથાદિકમાં બેસાડીને મિટા સામૈયા સહિત ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું. “ચતુરાઈમાં અગ્રેસર પુરૂષ ઔચિત્યને કદિ પણ મૂકતા નથી. ત્યાર પછી પિતાને ઘરના નાયક બનાવીને તથા - સુંદર અને મનહર ગ્રામ તથા વન, બગીચાઓ ભાઈઓને આ પીને ધન્યકુમાર અત્યંત ભક્તિ તથા પ્રીતિ બતાવવા લાગ્યા. જે મનુષ્યની લક્ષ્મી બંધુઓના ઉપભાગમાં આવે છે, તેજ લક્ષ્મી વખાણવા લાયક છે.” કહ્યું છે કે - किं तया हि महाबाहो, कालान्तरगतश्रिया / बन्धुभिर्या न भुज्येत, अरिभिर्या न दृश्यते // હ “હે મહાબાહુ ! જે લક્ષ્મી બંધુઓ વડે ભેગવાતી નથી અને દરમવડે જોવાતી નથી, તેવી લક્ષ્મી ગમે તેટલી કાળાંતરમાં પ્રાપ્ત કરી હોય તે પણ તે શા કામની ?'