Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પવિ. 475 હવે અમારી પાસે સંપત્તિ થઈ, અમને સેનામહેરે મળી, તેથી તેમનું કાણુ ચુકવવાને માટે વ્યાજ સહિત હિસાબ ગણી તેટલી સેનામહેરો સાથે લઈને અમે અહીં આવ્યા છીએ, તે આપવી છે, તે સુચિદ શેઠ ક્યાં ગયા છે?” લક્ષ્મીવતીએ કહ્યું કે-“હમણા બપોરને સમય છે, તેથી તેઓ ઉપરના માળે સુખેથી સુતેલા છે, હું તેને ઉઠાડું છું.” તે સાંભળીને માતંગ બેલ્યા કે–“નિદ્રાને છેદ કરવામાં મહા પાપ છે, કહ્યું છે કેનિદ્રા છેદનાર તથા પંક્તિભેદ કરનાર બંને સરખા પાપી છે. તેથી આ સેનામહેરે તમેજ ગ્રહણ કરે, તેઓ જાગે ત્યારે બધું નિવેદન કરજો.” એમ કહીને એક ભાજનમાં દીનારે મૂકીને તે માતંગ ગયા. હવે જ્યારે સુતેલે સુચિદ જાગે, ત્યારે ઉપરને માળેથી તે નીચે આવ્યું. લક્ષ્મીવતીએ સ્વામીને માતંગેની બધી હકીકત કહી સંભળાવી. સુચિદે પૂછયું-તે સેનામહોરે ક્યાં છે?” તેણીએ કહ્યું કે-“અમુક ભાજનમાં મૂકેલી છે. સુચિદે સેનામહેર જઈને પૂછયું કે-“લક્ષ્મીવતિ ! આને જળને વેગ કરાવ્યું છે કે નહિ?” તેણુએ કહ્યું કે–“લક્ષ્મી અને સરસ્વતીના સંગવડેજ સેનામહેર બને છે, તેથી જળગ કરવાનું તેમાં શું કારણ છે?” આ પ્રમાણેનાં તેનાં વચને સાંભળીને વાંકી ભ્રકુટી કરી, રાતું મુખ કરી, ક્રોધ કરીને તે બે કે–આ સેના મહેરને ભલે નાશ થઈ જાઓ, તેઓ ગુફામાં અથવા પર્વતની ખીણમાં ભલે પડે ! તારે ઘેર ભલે શૌચ ન હોય! પણ મારૂં પવિત્ર ઘર તે આજે મલીન કર્યું છે.” આમ બોલીને ડાબા પગવડે સોનામહેરેના ભાજનને પાટુ મારીને તેણે દૂર ફેંકી દીધું. તેના આ કૃત્યથી તેના ઘરની લક્ષમીદવીએ વિચાર્યું કે આને