Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 482 ધન્યમાર ચરિત્ર. - સુચિદ વળી વિલખે થઈને પાછો વળે. તે માતંગને શેતે કેટલેક દિવસે તેને મળે, માતંગને પગે લાગે, માતંગે પૂછયું કે—“ફરીથી વળી કેમ આવે?” તેણે પટ્ટ ચોરાયાની હકીકત કહી સંભળાવી. તેની દીનતા દેખીને માતંગને કરૂણા આવી. પછી તેણે વિદ્યાથી મંત્રેલે કામઘટ તેને આપ્યું અને તેની પૂજાની વિધિ કહી. સુચિદ પણ માતંગને નમસ્કાર કરી. ને હર્ષ પૂર્વક સ્વદેશ તરફ ચાલ્યું. કેટલેક દિવસે ઘેર પહોંચે, ત્યાં ચોખંડુ છાણનું મંડળ કરીને ધૂપ, દીપ, પુષ્પ, અક્ષત, ચંદનાદિકથી તે ઘટની પૂજા કરીને ઘટ પાસે પ્રાર્થના કરી. તેણે જે માગ્યું તે બધું ઘટે તેને આપ્યું. સુચિદ પ્રસન્ન થઈને વિચારવા લાગે કે-“સ્વજનાદિકને બેલાવીને હું ભેજન કરાવું, જેથી આખા નગરમાં મારી ખ્યાતિ થાય, પછી ઘર તથા ભૂષણાદિકની માગણી કરીશ.” એમ વિચારીને જન સામગ્રીની માગણી કરી. દેવકૃપાથી સર્વે સામગ્રી તરતજ પ્રકટ થઈ. પછી સ્વજનાદિકને બેલાવીને જોજન કરાવ્યું. તે સર્વે અનુપમ દિવ્ય રસવતી જમીને પ્રશંસા કરવા લાગ્યા પછી કેટલાક સ્વજન સંબંધીએ તથા બંધુવર્ગે બહુમાનપૂર્વક પૂછયું કે-“અરે ભાગ્યના ભંડાર સુચિદ ! આવી પ્રથમ કઈ વખત નહિ ખાધેલી તેવી અપૂર્વ દિવ્ય રસવતી તે કયાંથી મેળવી? આવી રસવતી આજ સુધી કોઈએ ખવરાવી નથી અને ભવિષ્યમાં ખવરાવશે નહિ. મૃત્યુલોકમાં દેવકનું સુખ આપે તેવા સ્વાદવાળી રસવતી તેં જ અમને ખવરાવી છે, તું ધન્ય છે, સર્વજને માં અગ્રણી છે, તારી જે કઈ દેખાતું નથી. પણ કહે તે ખરે કે આવી તારી શક્તિ કેવી રીતે થઇ? આ કોને મહિમા છે?” તે સાંભળીને તેના