Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પક્ષવ. 487 નિંદતો હતો. આ પ્રમાણે વિચારતાં કેટલેક કાળ ચાલ્યા ગયે, તેવા વખતમાં ઘણા ગૃહરને ઘેરવિવાહાદિક વિવિધ મહેસે આવ્યા. એક દિવસે દુર્ગતપતાક એક પરિચિત ગૃહરથના ઘર પાસે થઈને નીકળે. તે વખતે ગૃહસ્વામીએ તેને બેલાવીને કહ્યું કે-“અરે દુર્ગતપતાક! હું તને ભેજન માટે નેતરૂં આપું છું, પણ તારે શેઠ મારા ઘરનું નેતરું તારે માટે માનશે નહિ, “જો આજે મારા નેકરને જમવા જવાની હું રજા આપીશ, તે મારે ઘેર અવસર આવશે ત્યારે તેના નેકરને પણ ભેજન માટે મારે બેલાવવો પડશે. એવા આશયથી તારો શેઠ મારે ઘેર તને જમવા મેકલશે નહિ. પરંતુ તારી સાથે મારે પ્રીતિ ઘણું છે, તેથી આ ઉત્તમ સુખડી લે, અને ચિત્તની પ્રસન્નતાથી તે ઘેર જઈને ખાજે.” આમ કહીને સ્નેહવડે તેણે સારી રીતે તૃપ્ત થાય તેટલી ઉત્તમ સુખડી તેને આપી. તે લઈને તે શ્રેષ્ઠીને ઘેરથી નીકળે. માર્ગમાં આવી અદ્ભુત સુખડી જોઈને તે વિચારવા લાગે કે-“અહે ! આજે મારે મને રથ પૂર્ણ થાય તે અવસર છે, કારણકે આ આહાર નિર્દોષ, પ્રશસ્ત અને શુદ્ધ છે; પરંતુ એવું મારું ભાગ્ય કયાંથી હોય કે આ અવસરે સાધુમુનિરાજને સંગ મળે; જે ભેગા થાય તે ભક્તિથી હું આ પકવાન્ન મુનિરાજને વહેરાવું, અને તે કૃપા કરીને આ વસ્તુને ગ્રહણ કરે. આવું માગ્યા મે વરસવાનું કેવી રીતે બને? આ પ્રમાણે વિચારતે અને માર્ગમાં આમ તેમ તે દાન દેવાની તીવ્ર ઇચ્છાથી વ્યાકુળ થ ને ચાલ્યો જતો હતો, તેવામાં તેના પ્રબળ પુણ્યના વેગથી એક મહાતપસ્વી મુનિ તપસ્યાને પારણે ગોચરી માટે નગરમાં ભમતા તેના જવામાં આવ્યા. ચંદ્રને જોઈને ચકેર રાજી થાય અને ચઢેલા મેઘને જોઈને મેર રાજી થાય, તેવી રીતે અતિશય હર્ષના સમૂહથી ભરાયેલા હૃદયપૂર્વક ઉદ્યસાયમાન થયેલ