Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ - 494 ધન્યકુમાર ચરિત્ર. હેવાથી તે ખેદ ઉપજાવતું હતું, કદી પણ હર્ષ ઉપજાવતે નહેતે અને મોટા કલેશથી કાળ નિર્ગમન કરતે હતો. હવે ધનસુંદરી ભર્તારનું મરણ થવાથી પરમ ઉદ્વેગ પામી અને વિચારવા લાગી કે-“અરે! ધિક્કાર છે અને ધનલેભને! ધનવ્યયની વાત માત્ર સાંભળવાથી તેનું મરણ થયું! તેની ગતિ કેવી થઈ હશે તે તે જ્ઞાની જાણે. લેભ સર્વવિનાશી છે એવું જિનેશ્વરનું કથન સંપૂર્ણપણે સત્ય છે. પછી તેને અગ્નિસંરકાર વિગેરે મરણકાર્ય કરીને કુળની રીતિ અનુસાર તેની ઓળં. દેહિક ક્રિયા કરી, ને સારે દિવસે સ્વજનેને સંતોષીને વજનકુટુંબની સાક્ષીએ પુત્રનું ધનદત' એવું નામ પાડ્યું. કુળના આધારભૂત તે કુમાર બહુ પ્રયત્નવડે લાલનપાલન કરાતે સાત આઠ વરસને થયે. હવે તે બાળકને એક ઘેરથી બીજે ઘેર ભમતાં પરિજન, અનેક પ્રકારના વસ્ત્ર, આભૂષણ, મંદિર શ્રેણિ તથા શયન સ્થાનાદિક જેઈને એમ થયું કે-“આવું મેં કોઈ વખત જોયું છે અને અનુભવ્યું છે. તે પ્રમાણે ઉહાપોહ કરતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તેને જાતિમરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પૂર્વભવમાં અનુભવેલુ સર્વ પ્રત્યક્ષપણે તે જાણવા લાગ્યું. તેથી પૂર્વ પુન્યને વિલાસ સંભારીને પિતાની મતિથી બનાવેલે એક દોધક છંદ તે ઉત્સાહપૂર્વક બોલવા લાગે કે– દાણ જો દિન્ન મુનિવરહ, ચડિત પત્તઈ તેડિ; કરસવિ સહ સંપડિય, જે ધણ તરહ કેડિ. આ પ્રમાણે જ્યાં ત્યાં હમેશાં હાથ ઉંચા કરીને તે બોલવા લાગે. એ પ્રમાણે ભમતે ભમતે તે એક દિવસ પાસેજ રહેનારા 1 મૃત્યુ પાછળ કરવામાં આવતી કિયા.