Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 492 ધન્યકુમાર ચરિત્ર. શું આશ્ચર્ય? શું એમાં કાઈ નવીન લાભ થયો? ઉલટે સુવાવડને સમય સાચવવા માટે અનેક કરિયાણા તથા ઘી, ગોળ વિગેરેને ખર્ચ થશે! ત્યાર પછી પુત્રના પાલનમાં પણ મોટે ખર્ચ થશે. આ દીકરાએ તે ધનખર્ચનું દ્વાર ઉઘાડ્યું.” તે સાંભળીને બજારમાં બેઠેલા સર્વે વ્યાપારીઓ હસવા લાગ્યા. ઘરેથી આવેલી દાસી વિલક્ષ વદનવાળી થઈ આશાભંગ થેયેલી ઘેર ગઈ અને તે સર્વ વૃત્તાંત ધનસુદંરી પાસે કહ્યો. સાંજરે શેઠ ઘરે આવ્યા, ત્યારે ઘરનાં બધાં માણસોએ એકઠાં થઈને શેઠને કહ્યું કે–“સ્વામિન્ ! તમે શું કર્યું? તમારે પુત્ર નહેતે તે થે, છતાં વધામણી કાંઈ કેમ ન આપી? બજારમાં બેઠા છતાં કાંઈ લાજ આવી નહિ?” તે સાંભળીને ફરીથી ત્યાં પણ પૂર્વની માફકજ ઉત્તર દઈને શેઠ બહાર ચાલ્યા ગયા, એક કોડીને ૫ણ ખર્ચ કર્યો નહિ. સુવાવડ પૂરી થયા પછી એક દિવસ ધનસુંદરી તથા કુળવૃદ્ધાએ પરરપર વિચાર કર્યો કે-“આ શ્રેષ્ઠી તે આવા અવસરે પણ કાંઈ ખર્ચ કરતા નથી, પથ્થરની જેવું કઠણ હૃદય કરી નિર્લજ થઈને બેઠા છે, પરંતુ આપણે જ્ઞાતિ તથા ગાત્રીઓને જમાડ્યા વગર મહું કેવી રીતે દેખાડી શકશું? વળી ગયેલે અવસર પાછો આવતું નથી.” આ પ્રમાણે વિચારીને ધનસુંદરીએ સાર્થવાહને કહ્યું કે-“પ્રિયતમ ! અપુત્રીઓ એવા આપણને મહાભાગ્યના ઉદયથી પુત્ર આવ્યું છે, પણ તમે તે દાન તથા ભેગમાં કૃપણ થઈ જઈને પ્રાપ્ત અવસરે પણ કાંઈ ખર્ચ કરતા નથી. આવી કૃપા કરીને આ ભારભૂત લક્ષ્મીવડે તમે શું કરવા ઈચ્છે છે? આયુષ પૂર્ણ થશે, એટલે આ બધું અગેજ પડ્યું રહેશે, સાથે તે માત્ર દ્રવ્ય ઉપાર્જન કરતાં એકઠું કરેલ પાપજ આવશે. અવસરે પણ દ્રવ્યને વ્યય