Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પવિ. 489 હિત થઈ શકે, તેટલા માટે આપણે ચારિત્ર ગ્રહણ કરશું. હે પ્રિયે! હાથીના કાનની દેવી લક્ષ્મી ચપળ છે, તેને વિશ્વાસ કરવા જેવું નથી. જે દીધું, જે ભગવ્યું અને જે પોપકારનાં કાર્યમાં વાપર્યું તેજ ધન પિતાનું જાણવું, બીજું બધું પારકાનું અને પાપહેતુ માટે એકઠું થયેલું ગણવું; કારણ કે પરભવમાં પણ તે લક્ષમી મેળવતાં બાંધેલ પાપથી સતત ચાલ્યા આવતા બીજા પાપના ભાગીદાર થવું પડે છે. શ્રેણિબદ્ધ પાપ પછીના ભાવમાં પણ ચાલ્યું આવે છે, તેથી અખલિત રીતે દાન દેજે, અને સ્વેચ્છાનુરૂપ-અનુકૂળ પડે તે રીતે ભેગ ભેગવજે.” આ પ્રમાણે દાનમાં રસવાળી એવી ભગવતીને તેના પતિએ અધિક દાન દેવામાં ઉત્સાહિત કરી; ત્યાર પછીથી તે વિશેષ રીતે સુપાત્રદાનાદિક ઉત્સાહપૂર્વક દેવા લાગી. જે કાંઈ જે કઈ માગે તેને તે આપતી હતી, કોઇને ના પાડતી નહતી. આ પ્રમાણે કેટલેક કાળ વ્યતીત થયે, એક દિવસ તે નગરના ઉદ્યાનમાં લેલેકના પદાર્થોને પ્રકાશ કરવામાં સૂર્યસમાન કેવળી ભગવંત પધાર્યા. તેને વાંદવા માટે સર્વ લેકે ગયા. ભગદેવ પણ તેમનું આગમન સાંભળીને ભેગવતીની સાથે તેમને વાંદવા ગયે. કેવળીને દેખતાંજ પાંચ અભિગમન સાચવવા પૂર્વક વંદના કરીને તથા સ્તવને તેઓ યથોચિત સ્થાને બેઠા. કેવળીભગવંતે સંસાર ઉપર વૈરાગ્ય ઉપજે તેવી ધમશના દીધી; પછી સમય મળતાં ભેગદેવે વિનંતિ કરી કે–“ભગવન્ ! દાનનું ફળ શું?”કેવળીએ કહ્યું કે “હે દેવાનુપ્રિય! તે જાણવા માટે વિશાલપુર નગરે જઈ સંચયશીલ સાથવાહના દુર્ગાપતાકા નામના નેકરને પૂછે” ભગદેવે “તહતિ' કહીને ગુરૂનું વચન પ્રમાણ કર્યું. સમય થયે એટલે દેશના સમાપ્ત થઈ, તેથી