Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ - અષ્ટમ પદ્વવ. 479 પામીને હું ઘેરથી નીકળ્યો હત; પણ દારિદ્ર તે મારી પછવાડે લાગેલું જ રહ્યું છે, કેઈ રીતે મારૂં સાનિધ્ય તે છોડતું નથી. એક દરિદ્રીએ દારિદ્રને કહ્યું કે—–“ અરે વિચક્ષણ દારિદ્ર! એક મારી વાત સાંભળ. હું દેશાંતર જઉં છું. તું ઘરની સંભાળ રાખજે. તેનું કથન સાંભળીને દારિદ્રે કહ્યું કે –“મોટા પુરૂષને સંબંધ તે સર્વદા નેહના નિર્વાહ માટે જ હોય છે, તેથી તમે દેશાંતર જશે, તે અમે તમારી પહેલાં ત્યાં જઈને વસશું.'' તેવી જ રીતે હે સ્વામિન! અને એથી એ હું આખા પૃથ્વીમંડળમાં ભટક્યો, પણ કેઈ પણ સ્થળે મને દ્રવ્ય મળ્યું નહિ. ધન નહિ મળવાને લીધે જ આશાભંગ થવાથી હું ઘેર પાછા જતા હતા, પણ કેઈ આગલા ભવમાં કરેલા શુભ કર્મના ગથી તમારા દર્શન થયા. મેં આપે વિકર્વેલી બધી સંપત્તિ જોઈ, આપનું અતુલ સામર્થ્ય જોઈને હું આપની સેવા કરવામાં પ્રવર્યો, તેથી હવે જે આપના દર્શન અને સેવાવડે પણ મારું દારિદ્ર દૂર નહિ જાય તે પછી મને કણ દારિદ્રસમુદ્રથી તારશે? જે તારશો તે તમેજ તારશે એવો નિશ્ચય કરીને મેં તમારી સેવા કરવાનો આરંભ કર્યો છે. તેથી હે સ્વામિના પ્રસાદ કરીને મને દારિદ્રસમુદ્રમાંથી તારે-પાર ઉતારે.” આ પ્રમાણેનાં સુચિવિદનાં વચન સાંભળીને પ્રસન્ન થયેલા તે માતંગે કહ્યું કે“હું તારા ઉપર તુષ્ટમાન થયે છું તેથી આ યક્ષિણીની આરાધના 1 " રે દારિદ્ર વિચખણ!, વત્તાં એક સુણિજજ; . અમë દેશાંતર ચાલછ્યું, તું ઘરસાર કરિજજ. " 1 “પડિવાજા ગિરૂયાં તણું ! નિરવહે નેટ નિવાણ, તુમહું દેશાંતર ચાલતું, અચ્છે પિણું આગે ઠાણુ” 2,