Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર. પાપને ઉદય થયે છે, તેથી આ અયોગ્ય આચરણ કરે છે. ઘરે આવેલી મને ડાબે પગે તરછોડે છે, તેથી આજથી મારે પણ તેનું ઘર છોડી દેવું; અને હવે એવું કરવું કે જેથી તે ઉદરવૃત્તિ પણ કરવાને સમર્થ રહે નહિ, તેનું ઘર દારિદ્રથી પૂર્ણ કરી દેવું.” આ પ્રમાણે વિચારીને લક્ષ્મીએ સુચિલોદનું ઘર છોડ્યું, એટલે થોડા દિવસમાં તેનું સર્વ ધન ચાલ્યું ગયું, કાંઈ પણ રહ્યું નહિ. આજીવિકાને માટે તે જે જે વ્યાપારાદિક કરે તે તે વિપરીત પડવા લાગ્યા. ધન જવાથી જેની સેવાદિક કરે તેમાં કઈ અશુદ્ધિ થાય, અમંગળ થાય તે તેઓ તેને કાઢી મૂકવા લાગ્યા. આ પ્રમાણે સ્વજનવર્ગમાં અને અન્ય સર્વજનેમાં તે અનિષ્ટતર થઈ ગયે. નિર્વાહ ચાલે તેટલું અન્ન પણ તેને ઘરમાં રહ્યું નહિ. સુધાથી કૃશ થયેલા પેટવાળો તે આમ તેમ ભટકવા લાગ્યો. તેની પત્ની લક્ષ્મીવતી અન્ન પણ દુર્લભ થઈ જવાથી તેના પિતાને ઘેર ચાલી ગઈ. સુચિદ દુઃખની પરંપરારૂપ અગ્નિથી જવલિત અંતઃકરણવાળો થઈને કઈ રીતે નિર્વાહ કરવાને પણ શક્તિવંત રહ્યો નહિ, ત્યારે તે ગામ છોડીને દેશાંતરે ગ. એક ગામથી બીજે ગામ ભટકતાં જે જે સ્થળે તે વ્યાપારાદિ કરતું હતું, તે તે સ્થળે વિપરીત પરિણામ આવવાથી તે મહા દુઃખને પામતે હતે, કેઈને ઘેર સેવા કરવા–નેકરી કરવા રહેતે તે ચૌર્યાદિકનું કલંક ચઢતું, અને તેને રજા આપી દેતા. આ પ્રમાણે બહુ ગામ અને દેશમાં બહુ કાળ સુધી તેણે ભ્રમણ કર્યું, પણ સર્વત્ર વ્યાપારાદિકમાં અવળા પાસા પડવાથી નાસીપાસ થઇને આશાભંગ થયેલે ફરીથી સ્વદેશ તરફ પાછો વળે. એક દિવસ તદન ઉપવાસી, કષ્ટથી માર્ગ કાપતે, સુધાથી