Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અરમ પવિ. 473 ચાલતી હોય તેવા પુરૂષોથી અસત્ય વચનોવડે ઉપમાને આડં. બરથી તેઓ સ્તવાય છે. આવી સ્તુતિઓથી દેવથી પણ અધિક તેવી પિતાની જાતને તેઓ ગણે છે. આ પ્રમાણે રાજયના મહાન ગર્વરૂપી ગજલ-વિષથી જેને વિવેક નાશ થઈ ગયેલ છે તેવા તે પુરૂ દેવને નમતા નથી તથા પૂજતા નથી, મુનિવરને સેવતા નથી, શાસ્ત્રકથા સાંભળતા નથી. માતા પિતા અગર સજજન કે કુળવૃદ્ધાદિ પુરૂષની મર્યાદા સાચવતા નથી. વળી હલકું–ન શોભે તેવું પણ સ્વકથન અતિ સુંદર ગણાવ્યા કરે છે–ગાઈ બતાવે છે. પોતે કરેલ અમાંગળિક કાર્યને પણ મંગળપણે સ્થાપે છે. સુંદર એવાં પણ પારકાનાં વચનને અસુંદરપણે સ્થાપે છે. વળી જે રાજાની વાણીને “તહત્તિ' કહીને કબુલ રાખે છે, જે રાજાને દેવતાની જેમ સ્તવે છે તથા જે રાજાની ભુજાના બળ તથા પરાક્રમને અને દાનાદિકની ઉદારતાને અતિશયેક્તિપૂર્વક વર્ણવે છે, તેવા ખુશામતખેરેને જ તેઓ પાસે રાખે છે, તેનું જ કહેલું સાંભળે છે, તેજ પાસે ઉભા રહીને રાજા પાસે બેસવા સમર્થ થાય છે, નવા નવા પ્રકારની ખાન, પાન, વસ્ત્ર, દ્રવ્યાદિક વસ્તુઓ તેને જ આપવામાં આવે છે, તેઓને જ પ્રિય મિત્રપણે, સજજનપણે, શુભચિંતકપણે ગણવામાં આવે છે, તેનું જ બહુમાન કરવામાં આવે છે, તેવાને જ આપત્તિમાં સહાય કરવામાં આવે છે, તેની જ સાથે વાતચિત કરવામાં આવે છે, હૃદયમાં રહેલી હકીકત તનેજ કહેવામાં આવે છે. વળી આવાં વર્તનવડે જ રાજાઓને વહાલા થઇ શકાય છે, બાકી સત્યવાદીઓ અગર વચને વચને શિખામણ આપનારા તથા પરિણામે હિત કરનાર માણસ વલભ-પ્રિય-વહાલા થઈ શકતા 60,