Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પલ્લવ. 471 મદિરાપાન કરનારની જેમ ઉન્મત્ત થઈને આમતેમ ભટકે છે, અનેક ગુણેથી અલંકૃત હોય છતાં લક્ષ્મીની સંગતિ થતાં જ ઉત્તમ પ્રકૃતિવાળા મનુષ્યની પ્રકૃતિમાં પણ વિકૃતિ થઈ જાય છે, લક્ષ્મીવંત પુરૂષે જવર આ હેય તેવા માણસની જેમ ગમે તેવું બેલે છે, અતિશય આકુળવ્યાકુળ ચિત્તવાળા થઈને ભમે છે. વળી ધનવંત પુરૂષ પાણીથી કાદવ છેવાય તેવી રીતે દાક્ષિણ્યતાને જોઈ નાખે છે. કોઈનું મોઢું-કોઇનું કહેણ સાચવતા નથી, કેઇને માનનીય ગણતા નથી. ધૂમાડાના સંચયથી ચિત્રવલ્લી જેમ મલિન થઈ જાય છે તેમ ધનવંતનું હૃદય મલિન થઈ જાય છે. કહ્યું છે કે - . भक्ते द्वेषो जडे प्रीति-रारुचिगुरुलंघने / मुखे च कटुता नित्यं, धनिनां वरिणामिव / જવરવાળા પુરૂષની અને લક્ષ્મીવંતની એક સરખી સ્થિતિ હોય છે. જવરીને ભેજન ઉપર, ત્યારે ધનવંતને ભક્ત એટલે સેવકે ઉપર દ્વેષ થાય છે. જવરીને જળની ઉપર પ્રીતિ થાય છે, ત્યારે ધનવંતને મૂર્ખ (જડ) ઉપર પ્રીતિ થાય છે; જવરીને મેટી લાંઘણ કરવી પડે છે, ત્યારે ધનવંતને મોટાઓની આજ્ઞા ઉલ્લંઘવાની ઇચ્છા થાય છે. જવરીનું મુખ કડવું–ખાટું રહે છે, ત્યારે ધનવંતના મુખમાં કટુતા હોય છે.” હે રાજકુમાર ! જ્યાં સુધી લક્ષ્મી હોય છે, ત્યાં સુધી રાજ્ય અને શોકનું બંધન રહે છે. વળી રાજય પાતાળની જેવું દુષ્પરકેઈથી ન પૂરી શકાય તેવું છે, ખળ પુરૂષની સંગતિની જેમ વિરસમાં છેડે લાવનાર છે, પણ્યાંગનાની પ્રીતિની જેમ ધનવલ્લભ છે, તરૂણીના આંખના પલકારાની જેમ ચંચળ સ્વભાવી છે,