Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પી. 468 છએ કાયની બહુ પ્રકારે વિરાધના કરે છે, સાતે દુર્બસને સેવે છે અને તેને સેવ ફરીથી અનંત સંસારમાં ભ્રમણ કરાવે તેવું કર્મ બાંધી તે ભવ પૂર્ણ કરીને નરકાવાસમાં પડે છે. વળી એકેક ઈદ્રિયને વશ પડેલ પ્રાણું પણ મહા દુઃખ પામે છે, તે પછી પાંચે ઇંદ્રિયને વશ પડેલ જીવ મહાદુઃખ પામે તેમાં શું આશ્ચર્ય ? તેથી સર્વ દુષ્ટ અર્થને પ્રેરનારી લક્ષ્મી ધનુષ્યને દંડ જેમ પ્રાણુના પ્રાણ હરનાર થાય છે તેમ સમસ્ત દેને નીપજાવનારજ થાય છે.” આ પ્રમાણે ધર્મોપદેશમાં જગન્નુરૂએ કહ્યું, એટલે કેરલ રાજપુત્રે ઊભા થઈને વિનયપૂર્વક બે હાથ જોડી પ્રણામ કરીને ત્રિજગદગુરૂ તીર્થકર ભગવાનને પ્રશ્ન પૂછે કે “સ્વામિન ! આપે તે લક્ષ્મીને સર્વ દુઃખના નિબંધનરૂપ-હેયરૂપે ઉપદેશી છે; પણ મહારાજ ! હસ્તી, અશ્વ, રથ વિગેરે વિભૂતિઓથી રમણિક, આગળ ચાલતા અનેક પદાતિ તથા ઘેડેશ્વાના સમૂહથી . સંકુચિત થયેલી, સર્વે લેકેને પ્રિય, ચતુર એવા ભેગી પુરૂષો . પાસે રહેનારી, સમસ્ત ઐહિક સુખના ભંડાર જેવી લક્ષ્મી કાણુ છેડી શકે છે? કોનાથી છોડાય છે?” આ પ્રશ્ન સાંભળી ભગવંત બેલ્યા કે–“રાજકુમાર ! અનાદિ કાળના સહવાસથી ઇંદ્રિયવશ થયેલા સંસારી જીને ઇંદ્રિયસુખ ઘણું ઇષ્ટ લાગે છે, અને એ સુખ લક્ષ્મીને આધીન છે, તેથી જ તે સંસારી જીવોને લક્ષ્મી બહુ પ્રિય છે; પણ આ લક્ષ્મી ખળ પુરૂષની માફક અંતે આ જીવને અતિશય દુઃખદાયીની થાય છે. જેવી રીતે ખળ પુરૂષ પ્રથમ મિષ્ટ વચનાદિકથી પરનું આકર્ષણ કરીને, તેનું સર્વ જાણી લઈને, તેને દુબુદ્ધિ આપીને અકાર્યમાં પ્રવર્તાવે છે ત્યારપછી તેજ બળ પુરૂષ રાજાદિકની પાસે જઈને તે મનુષ્યના