Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પલ્લવ. 467 ધનદત્ત થા. પૂર્વે પૃથ્વીભૂષણ નામે નગરમાં કેરલ નામે એક રાજકુમાર હતે. તે એક દિવસ રમવાડી રમવા વનમાં ગયે. તે સમયે તેના મહાભાગ્યના ઉદયથી તે નગરના ઉપવનમાં જગદગુરૂ એવા તીર્થંકર સુર અસુરોએ પરવરેલા સમવસર્યા. તે વખતે પ્રાતિહાર્ય અને અતિશયાદિકની શોભા જોઈને હર્ષપૂર્વક તે તેમને વાંદવા ગયે. પાંચ અભિગમ સાચવી જિનેશ્વરને નમરકાર કરીને તે ઉચિત સ્થાનકે બેઠે. તે વખતે જગષ્ણુએ ભવ્યજનના ઉપકાર માટે અનાદિને ભ્રમ નિવારનારી દેશના આપવી શરૂ કરી. ભગવતે કહ્યું કે-“ચોરાશી લક્ષનિથી ગહન એવા આ સંસારમાં પ્રાણીઓને દશ દષ્ટાંતથી દુર્લભ મનુષ્ય જન્મ મળે મુશ્કેલ છે. મનુષ્ય જન્મ મળે તો પણ આ ક્ષેત્ર, ઉત્તમ કુળ, પૂર્ણ આયુ, ઇંદ્રિયની પરિપૂર્ણતા, નિર્ગીપણું, સદગુરૂને સંગ, ધર્મશ્રવણની ઈચ્છા, ધર્મનું શ્રવણ, કદાગ્રહને ત્યાગ વિગેરે ધર્મપ્રાપ્તિનાં સંગે મળવાં બહુ મુશ્કેલ છે. તેવા સંગે મળ્યા છતાં પણ આ જીવ અનાદિ કાળના શત્રુ એવા લેભ તથા કામને વશ થઈને નકામો કાળ ગુમાવે છે. તેમાં પણ જેને લેભ કરે છે તે અર્થ તે સર્વ અનર્થનું મૂળજ છે. કહ્યું છે કે - ચર્થનામાર્ગને કુદરવ-બંતાનાં જ છે ! आये दुःखं व्यये दुःखं, धिगर्य दुःखसाधनम् / / “ધન મેળવવામાં પણ દુઃખ છે, તેના રક્ષણમાં પણ દુઃખ છે, તેની આવક અને જાવક બંનેમાં દુઃખ છે. દુઃખનાજ સાધનભૂત એવા અર્થને ધિક્કાર છે !'