Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પવિ. 400 પ્રતાપવાળે છે, તે નગરના અમે રહેવાસી છીએ. તે નગરીથી વહાણ રસ્તે અનેક પ્રકારનાં કરિયાણાઓ તથા વચ્ચે અને પાત્ર વિગેરે અહિં વેચવા આવે છે. એક દિવસે વિધવિધ દેશોની વાર્તા સાંભળીને તે દેશે જોવાની મારી ઉત્કંઠા થઈ. મેં મનમાં વિચાર કર્યો કે–જે ઘણા કરિાયણ લઇને દેશાંતરમાં હું જાઉં તે મને ભવિષ્યમાં ઘણે લાભ થશે, તથા જુદા જુદા દેશનાં દર્શન થશે. શાસ્ત્રમાં કહ્યું છે કે - देशाटनं पण्डितमित्रता च, वारांगना राजसभाप्रवेशः / अनेकशास्त्रार्थविलोकनं च, चातुर्यमूलानि भवन्ति पंच // દેશાટન, પંડિતની મિત્રતા, વારાંગનાને યોગ, રાજસભામાં પ્રવેશ તથા અનેક શાસ્ત્રોનું ને તેના અર્થોનું અવલોકન પાંચે બાબતે ચતુરાઇનાં મૂળ કારણભૂત છે. દેશાંતરમાં જવાથી ચતુરાઈ આવશે ને દ્રવ્ય પણ મળશે એમ બે કાર્ય સાધી શકાશે. આ પ્રમાણે વિચાર કરીને મેં કરિયાણાના ગાડાં ભર્યા અને તે લઈને અમે તે નગરથી નીકળ્યા. અનેક દેશોમાં ફરતાં ફરતાં બે વરસ વીતી ગયાં, અનેક પૂર, નગર, ઉપવન, પર્વત વિગેરે તથા નવા નવા આચાર, નેપથ્ય, તીર્થાદિક જોતાં જોતાં અમારા મનને બહુજ આનંદ થયો. છ મહિના પહેલાં એક વખત તમારા રાજયનું વર્ણન કરતાં કોઈ પથિકે કહ્યું કે–“વર્તમાન સમયમાં જેવી ઉજજયિની નગરીની શોભા છે, તેવી શોભા કોઈ નગરીની નથી. સાક્ષાત્ અમરપૂરી તુલ્ય તે નગરી છે. તે નગરમાં અખંડિત શાસનવાળા, સોળ રાજાઓના સ્વામી, પ્રચંડ પ્રોત હોય તેવા, ચંડપ્રદ્યોત નામે રાજા છે, તે પર