Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ અષ્ટમ પલ્લવ. 429 સહન કરવી પડે, તથા એક ક્ષણ પણ વિરામ ન પામે તેવી સુધાદિ દશ પ્રકારની ક્ષેત્રવેદન અવશ્ય સહેવી પડે તેમાંથી કોણ છેડા–મૂકવે? વળી નિગોદમાં જે અનંત દુઃખ ભેગવવું પડે તે તે વર્ણવી શકાય તેવું જ નથી. આ પ્રમાણે ક્ષણમાત્રના સુખ માટે દુઃખને સમૂહ કોણ અજ્ઞાની અંગીકાર કરે?” આ પ્રમાણે હે બહેન! અમે અમારા જીવને શીખામણ આપતા, તે પણ તે વિરામ પામતે નહિ. વળી પણ અશ્વક્રીડાના સમયે ઘોડાને સ્વર સાંભળીને અમારું મન રાજાને જોવાને દેડતું, પણ શું કરીએ? મધ્યમાં રહેલ કાંટાવાળા ચંપકની જેમ વિકલ્પરૂપી કલ્પનાના કલોલની કદર્થનાથી માત્ર અમે કલેશ અનુભવતા હતા. અમારે મેળાપ ફરીને થશેજ નહિ એવો સિદ્ધાંત અમને તો લાગતો હતો. તેથી હે હેન! તમારા ચિત્તમાં કેઈ નવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે કે જેથી અમારે મને રથ અને તમારું આગમન સફળ થાય ?" આ પ્રમાણેનું તેઓનું કથન સાંભળીને પ્રકૃતિથી જડ હેવાને લીધે તે દૂતીની બુદ્ધિ ચાલી નહિ તેથી તે કાંઈ બોલી પણ નહિ પુનઃ પ્રેરણા કરી ત્યારે તેણે કહ્યું કે-“શેઠાણીઓ હું શું ઉપાય બતાવું? રાજાએ બીડું ગ્રહણ કરીને અત્રે આવી છું, અહીં તે આવી વિષમતા છે, તેથી મારે તે “એક તરફ વાઘ અને એક તરફ નદી એવું સંકટ ઉત્પન્ન થયું છે, હવે મારી લાજ રાખવી તે તમારા હાથમાં છે. મારું રક્ષણ કરે કે ડુબાડા. શાસ્ત્રમાં પણ ચતુરા સ્ત્રીઓની બુદ્ધિ નિઃસીમ-અસાધારણ હોય તેમ વર્ણવ્યું છે. કહ્યું છે કે- અશ્વની દેડ, વરસાદનો ગરવ, સ્ત્રીનું ચરિત્ર, પુરૂષનું નશીબ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આ બાબતે દેવ પણ જાણતા નથી તે મનુષ્ય ક્યાંથી જાણે?' તેથી તમને